SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતબિંદુ વધુ ને વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. વન્યાય વિષયાસહમ્... રાવણનું પતન થયું, ઘોર પરાજય થયો, કરુણ મૃત્યુ થયું, અને ભયાનક દુર્ગતિ થઈ, એનું કારણ વિષયાસક્તિ સિવાય બીજું શું હતું ? રાવણની વિષયાસક્તિએ જ અનર્થોની પરંપરાનું સર્જન કર્યું હતું. ભગવદ્ગીતામાં આ પરંપરાનું ક્રમબદ્ધ વર્ણન કરેલ છે - ध्यायतो विषयान् पुंसः, सङ्गस्तेषूपजायते । सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते ॥ વિશ્વમાં પ્રત્યેક આત્માની પોતાની રામાયણ હોય છે. જેમાં રાવણ થવું કે રામ એ એના હાથની વાત છે. क्रोधाद् भवति सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥ જીવ વિષયોનો વિચાર કરે છે, તેનાથી તેને ‘વિષયાસક્તિ’ થાય છે. વિષયાસક્તિથી ‘કામ‘ જન્મે છે, અને ‘કામ’થી ‘ક્રોધ’નો ઉદ્ભવ થાય છે. ‘ક્રોધ’થી ‘સંમોહ’ થાય છે. ‘સંમોહ’થી ‘સ્મૃતિભ્રંશ’ થાય છે. ‘સ્મૃતિભ્રંશ’થી ‘બુદ્ધિનાશ’ થાય છે અને ‘બુદ્ધિનાશ’થી જીવ ‘વિનાશ’ પામે છે. ‘સીતાજી’ના વિચારોથી રાવણને તેમનામાં આસક્તિ થઈ અને કામવાસનાથી એ નખશિખ સળગી ઉઠ્યો. પછી જે એ કામપૂર્તિમાં વિઘ્ન લાગ્યા, એમના પર એનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. એ ક્રોધે જ એને સંમોહનો શિકાર બનાવ્યો - મારું હિત શેમાં છે અને અહિત શેમાં છે, એનું એને ભાન ન રહ્યું. ને આ સંમોહના કારણે એણે જે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, એને તો એ ભૂલી જ ગયો, પોતાના કુળની મર્યાદાને પણ ભૂલી ગયો. આનું નામ સ્મૃતિભ્રંશ. જેના પરિણામે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. વિનાશાને વિપરીતબુદ્ધિઃ । હનુમાનજી અને અંગદજીએ તો એને સમજાવ્યો, બિભીષણજીએ પણ કાંઈ કહેવામાં બાકી રાખ્યું નહીં, તો ય એ ન સમજ્યો, તે ન જ સમજ્યો. પહેલું પગથિયું એ ચૂક્યો હતો. હવે વચ્ચે ક્યાંય અટકવું એના માટે શક્ય ન હતું. વિનાશ થઈને રહ્યો. ३ ३
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy