SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નથી ? દિન-પ્રતિદિન ભ્રષ્ટાચાર ને ચોરીઓ વધતી કેમ જાય છે ? ધારો કે એક દિવસ એવો ઠેરવવામાં આવે, કે એ દિવસે કરેલા કોઈ પણ અપરાધ માટે કોઈ પણ દંડ નહીં, તો એ દિવસે શું થાય ? (સોરી, શું ન થાય ?) આત્મસાક્ષિક સ્વૈચ્છિક સજ્જનતાનું સમાજમાં સ્થાન કેટલું ? ગમે તેટલા પ્રલોભનો અને સ્વતંત્રતા હોવા છતાં વ્યક્તિને પાપ કરવાનો વિચાર સુદ્ધા ન આવે એ શી રીતે શક્ય બને ? જવાબ આ જ છે— પ્રતિક્રમણ. દુનિયાભરના કાયદાશાસ્ત્રીઓ અને દંડવ્યવસ્થા એક બાજુ છે, અને બીજી બાજુ મહર્ષિઓએ દેખાડેલો આ પાવન માર્ગ છે. राजदण्डभयात् पापं, नाचरत्यधमः पुनः । परलोकभयान् मध्यः, स्वभावादेव चोत्तमः ॥ અધમ વ્યક્તિ વિચારે છે, કે જો હું પાપ કરીશ, તો મને રાજા (સરકારી અધિકારી, પોલિસ વગેરે) દંડ આપશે.’ ને આ વિચારથી એ પાપની અટકે છે. મધ્ય વ્યક્તિ વિચારે છે, કે પાપ કરીશ, તો પરલોકમાં મારે દુ:ખી થવું પડશે. માટે એ પાપ નથી કરતી. અને ઉત્તમ વ્યક્તિ દંડના / દુઃખના ભયથી નહીં, પણ સ્વભાવથી જ પાપ નથી કરતી. ધારાસભા અને ન્યાયતંત્ર જો સમાજને અપરાધમુક્ત કરવા માંગતા હોય, તો તેમણે સમાજ અધમદશામાંથી મધ્યમદશા અને ઉત્તમદશા પામે એવા પ્રયત્ન કરવા જોઈએ. સજ્જનતા, પાપત્યાગ, સંસ્કાર અને સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાન્તો જે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં રહેલા છે, તેનું શિક્ષણ નર્સરીથી માંડીને કોલેજ સુધી ગોઠવી દેવું જોઈએ. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં આ અત્યંત ઉપયોગી જ્ઞાનની અવગણના દેખાઈ રહી છે. આ સ્થિતિમાં ભલે ગમે તેટલા ઉચ્ચ દંડની જોગવાઈ કરવામાં આવે, અપરાધો ઓછા થાય એવી કોઈ જ શક્યતા નથી. એક ડૉક્ટર જો કિડનીની ચોરી કરે છે ને એક વકીલ જો પોતે મેળવેલા શિક્ષણનો ભયાનક દુરુપયોગ કરે છે, તો એ કલંક માત્ર એ ડૉક્ટર કે વકીલનું નથી, સમગ્ર શિક્ષણવ્યવસ્થાનું છે. વાવેતર જ જો વિષવૃક્ષનું કર્યું છે, તો અમૃતફળની આશા શી રીતે રાખી શકાય ? પ્રતિક્રમણવિજ્ઞાન એ સુધાવૃક્ષનું વાવેતર છે, જે સર્વ વિષવિકારોને દૂર કરીને પરમ સુખ આપે છે. શ્રીસુધર્માસ્વામીના શબ્દો મનનીય છે - जहा विसं कुट्ठगयं, मंतमूलविसारया । विज्जा हणंति मंतेहिं, तो तं हवइ निव्विसं ॥ २८
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy