SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ એ પાપને એ ખૂબ ધિક્કારે છે. પરિણામે એ પાપ એને વિશિષ્ટ ફળ આપી શકતું નથી. જેને પાપમાં મજા નહીં, એને પાપની સજા નહીં. જેને પાપમાં મજા નહીં, એને પાપની સજા નહીં. શરત એટલી જ..પાપ પ્રત્યે તેનો ધિક્કારભાવ હાર્દિક હોવો જોઈએ. જે સ્વરસથી પાપ કરે. તેની પાપનિંદા પણ દંભ બની જાય છે. નિન્દ્રાણિ – પૂિવામિ વ...આ ઘાટ ઘડાય છે. જે “શ્રાદ્ધ' છે, તેનું અંતર આ સૂત્ર બોલતા બોલતા ગદ્ગદ્ થઈ જાય છે, અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. આ છે શબ્દશક્તિ અને વિચારશક્તિનો સુભગ સમાગમ, જે આત્મગત પાપોને ભસ્મીભૂત કરી દે છે. શકય છે છ મહિનાની અંદર જે પાપ કેન્સરની ત્રણ ગાંઠો લાવવાનું હોય, એ પાપ આ સુભગ સમાગમમાં....પશ્ચાત્તાપની ગંગામાં ધોવાઈને સાફ થઈ જાય..અકસ્માતુ આદિની શક્યતાઓ નાબૂદ થઈ જાય. અરે, આ તો ભવિષ્યનું ફળ છે...હળવાશ, પ્રસન્નતા, સ્વસ્થાન'ની શાંતિ જેવા અનેક ફળો તો તાત્કાલિક મળે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે. શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની પૂર્વભૂમિકા અને પાશ્ચાત્યક્રિયા બંને મળીને કુલ એક કલાકનું આ પાવન અનુષ્ઠાન હોય છે. આજે પણ સેંકડો હજારો શ્રાદ્ધજનો સવારે અને સાંજે આ અનુષ્ઠાનનું આચરણ કરે છે. પર્વના દિવસોમાં આ સંખ્યા લાખોને આંબે છે. અધ્યાત્મ વિશ્વનો આ શાશ્વત | પાપવિનાશનો આ રાજમાર્ગ જ સિદ્ધાન્ત છે - ગુણ અને દોષ - | વ્યક્તિગત અને સમષ્ટિગત સુખનું આ બંનેમાંથી જેને ધિક્કારશો. એ | કારણ છે. પાપ માત્ર આધ્યાત્મિક દૂર થશે, જેને ચાહશો એ મળશે. | દષ્ટિએ જ નહીં, પણ સામાજિક અને રાજકીય દૃષ્ટિએ પણ ઇચ્છનીય નથી. માટે જ સામાજિક અને રાજકીય કાયદાઓ પૂર્વકાળથી જ પાપો ન થાય એવી જોગવાઈ કરતાં આવ્યા છે. પણ વિચારણીય મુદ્દો એ છે, કે એ કાયદાઓ પાપ નિવારણમાં કેટલા સફળ થઈ શક્યા છે ? જાતીય સતામણી માટે મૃત્યુદંડ સુધીની જોગવાઈ થવા છતાં એ પાપમાં કોઈ ઘટાડો કેમ થતો २७
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy