________________
૫૮
લવ યુ ડોટર એને ગાળો આપવામાં અને એને બદનામ કરવામાં એમને રીતસર આનંદ આવતો હોય છે. એમના હાથ એટલા લાંબા છે. કે કૉલેજના અમુક પાઠ્યપુસ્તકોમાં પણ તેમણે એમનું ઝેર પીરસ્યું છે. શાસ્ત્રી અને હિતચિંતકોની ઉપેક્ષા કરવાની તેમણે સ્પષ્ટ સલાહ આપી છે. તેઓ એક મનગમતી વાત રજૂ કરે છે. “શાસ્ત્રના કોટેશનનો શો અર્થ છે? તમારો અનુભવ શું કહે છે, એના પર ધ્યાન આપો. તમારી બુદ્ધિ જેને સ્વીકારે, એને અપનાવો.” Very nice, પણ મારા ભાઈ ! આ વાત શાસ્ત્રના અનુકરણની બાબતમાં જ લગાડવી ? કે પછી વેસ્ટર્ન કલ્ચરના અનુકરણની બાબતમાં પણ લગાડવી ? પશ્ચિમના લોકોને શરીરનું અને ભૌતિક જરૂરિયાતોનું ઘણું ઇમ્પોર્ટન્સ હોય છે. એક વાસ્તવિકતાથી તેઓ કદાચ બિલકુલ અજાણ છે, કે માત્ર શરીરથી જીવી શકાતું નથી. માટે જ ત્યાં ૧૦માંથી ૭ જણ સાઇકિયાટ્રિસ્ટ પાસે જવા લાગ્યા છે. આપણે એમના અનુકરણની લહાયમાં બહારની ચમક-દમક, બાહ્ય સૌંદર્ય અને ઝાકઝમાળમાં અંજાવા લાગ્યા છીએ, માટે જ આજની સિચુએશન એવી છે કે ટી.વી.ની ૧૦માંથી ૮ જાહેરાતો