SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ લવ યુ ડોટર આ સ્વાગ્રહની વાત નથી, સાહજિક વાત છે. નિર્મળ પ્રેમ, સહજ આત્મીયતા અને સ્વસ્થ દામ્પત્યની આ એક મહત્ત્વની આધારશિલા છે, જેને ગુમાવીને આજે લાખો ઘર ભાંગ્યા છે. અને લાખો કોડભરી કન્યાઓની કિંમત ફૂટી કોડીની પણ રહી નથી. મારી વ્હાલી, દુનિયા શું કરી રહી છે, એ તું બે મિનિટ માટે ભૂલી જા, અને ન્યૂટ્રલી વિચાર કરી કે વેસ્ટર્ન ડ્રેસ પહેરીને, મેક-અપ કરીને, પરફ્યુમ્સ છાંટીને જાહેર રસ્તા પર પોતાને પ્રદર્શિત કરીને કૉલેજના પાંચસો-હજાર છોકરાંઓ પોતાને ટીકી-ટીકીને જુએ એવું કામ કરીને પાંચ-પચ્ચીશ છોકરાઓ સાથે વાતો-મજાક-મશ્કરી કરનારી છોકરી હોય, એના ચારિત્ર્યની ભૂમિકા કયા પ્રકારની કહી શકાય? બેટા, જે બધાની હોય છે, એ કોઈની નથી હોતી. ઝાકઝમાળ અને જીવનમાં ઘણો ફરક હોય છે. છગન એક વાર ફિલ્મ-સિટીમાં જઈ ચડ્યો. આમ તો વૉચમૅન એને અંદર જવા ન દેત,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy