________________
MAKE-UP
૪૧
એ બંધન નહીં પણ સુરક્ષા હતી. આજે વેસ્ટર્ન કલ્ચરના આંધળા અનુકરણમાં લાજ તો ગઈ, માથું ઢાંકવાનું પણ ગયું, કપડાંઓ યા તો ટૂંકો થતાં ગયાં, અને યા તો ચુસ્ત થતાં ગયાં. આ બધી રામાયણમાં એક સમાંતર ઘટના એ બની કે જે જે ભાગ ઉઘાડો થતો ગયો, એને સમારવાની-શણગારવાની ઉપાધિઓ વધતી ગઈ. અરીસાની સામે ઊભા રહેવાનો સમય વધતો ગયો. હિસાબ કરાય તો ખબર પડે કે આપણી એક નાનકડી જિંદગીના અમૂલ્ય વર્ષો આ બધી ટાપટીપ પાછળ વેડફાઈ જાય છે.
છગને છાપું વાંચતા વાંચતા એની પત્નીને કહ્યું, “હવે એવા ફોન આવશે, કે રિસીવ કરતાની સાથે એકબીજાનો ચહેરો દેખાય.” વાઇફ કહે : “તો તો ફોન ઉપાડતા પહેલા મેક-અપ કરવા દોડવું પડશે.”
લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે, કે આ બધું કોના માટે ? I mean, કોને દેખાડવા માટે ? ગામ આખા માટે ? આખા શહેર માટે ? જેનું સૌદર્ય આખા નગર માટે હોય, એવી સ્ત્રીને આપણે ત્યાં “નગરવધૂ” કહેવાતી. જેનો પર્યાય શબ્દ છે વેશ્યા. એક કુલીન સ્ત્રીનું સૌંદર્ય માત્ર એના પતિ માટે હોય છે.