________________
૨૯૮
લવ યુ ડોટર
ફક્ત
નારીની સુરક્ષાની દૃષ્ટિએ
એની શરીરસંરચના અને સ્વભાવની દૃષ્ટિએ
પરંપરાએ એના સુખી જીવન માટે જરૂરી જે મર્યાદાઓનો ઉપહાર આપ્યો
એને બંધન કે જુલમમાં ખતવી પરંપરાને જ ખતમ કરી દેવાનો પ્રયાસ એ વાસ્તવમાં
નારીને જ ખતમ કરી દેવાનો પ્રયાસ છે.
મારી વ્હાલી,
કમ સે કમ તારી બાબતમાં
આ પ્રયાસને કદી સફળ થવા ન દેતી.
Let real freedom make you happy. Love you very much.