SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ FAMILY ૨૨૧ પણ Live Form માં મળી રહે છે. બાળક જેટલું લખી-વાંચીને શીખે છે. એના કરતાં વધુ જોઈ-સાંભળીને શીખે છે. Joint family માં જે શીખવા મળી શકે તે દુનિયાની કોઈ શૈક્ષણિક સંસ્થામાં શીખવાડવું શક્ય જ નથી. એક નારી જ્યારે અહંકારની કે સ્વાર્થની ભાવનાથી સેપરેટ થાય છે. ત્યારે તાત્ત્વિક દષ્ટિએ એ એના બાળકોને વિનય-વિવેકથી, સેવાભાવથી, પરોપકારવૃત્તિથી અને સહિષ્ણુતાથી સેપરેટ કરી રહી હોય છે. જેની કિંમત એ નારીએ પોતે જ ચૂકવવાની હોય છે. મારી વ્હાલી દરેક “મા”ની એક ઇચ્છા હોય છે. કે એનો દીકરો કાયમ માટે એનો બની રહે. એ કદી એની નજરથી દૂર ન થાય. એ એની સેવા કરે. એને હૂંફ આપે. એના પ્રત્યે પૂર્ણ વિનીત બની રહે. પણ “મા” માટે આવો ઉપદેશ આપવો શક્ય હોતો નથી. કદાચ એ આવો ઉપદેશ પોતાના સંતાનને આપે તો ય એનો કોઈ અર્થ હોતો નથી. બાળક તો આચરણની ભાષા સમજે છે. પોતાના પિતાએ એમના મમ્મીની કેટલી સેવા કરી?
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy