SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ લવ યુ ડોટર અને આ બધી જ પ્રોસિજર પૂરી થયા પછી છેલ્લી વાત 'No'ની આવે, એટલે એ કન્યા માનસિક સ્તરે વિધવા થવાની લાગણી અનુભવે. એના આ આઘાતની કોણે પરવા કરી છે? મારી વ્હાલી, આ મિટિંગ જ એવી છે, જેમાં દરેક જણ પોતાને બધી રીતે શ્રેષ્ઠ દેખાડવા માટે પ્રયાસ કરે છે. શિષ્ટાચાર અને સૌજન્ય દાખવવા માટે બંને પક્ષો પરસ્પર સ્પર્ધામાં ઉતરી પડે છે. આ સ્પર્ધામાં સચ્ચાઈ કે સહજતા નહીં પણ સારા લાગવાની સારા કહેવડાવવાની પ્રબળ આંતરિક ઇચ્છા જ હોય છે. આ રીતે જોતા એ આખી ય મિટિંગ એક જાતનો માયા-પ્રપંચ જ બની જાય છે. એવી મિટિંગનો શો અર્થ? મિટિંગના નામે એકલામાં Boundry-line cross કરીને પછી એ કન્યાને રઝળતી મૂકી દેનારા ને ફરી નવી મિટિંગોમાં બિઝી થઈ જનારા છોકરાંઓ આ મિટિંગ સિસ્ટમને જ સાવ ખોટી મુવ કરી રહ્યા છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy