SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ENGAGEMENT ભીતરી ચિત્ર કેટલું બિહામણું હોય છે એની તપાસ કરવામાં આવે તો ખરેખર ચીસ પડી જાય. મારી વ્હાલી, ફિલ્મ એ ફિલ્મ છે. અને જીવન એ જીવન છે. ફિલ્મમાંથી બોધપાઠો લઈને જીવનમાં એને લાગુ કરવા એ પ્લાસ્ટિકની વાનગીઓને ચાવીને ગળે ઉતારવા જેવી ચેષ્ટા છે. જેના પરિણામમાં દુઃખ સિવાય બીજું કશું જ નથી. જાતે જીવનસાથીની પસંદગી કરવા જવામાં એક બહુ મોટી કરુણતા એ સર્જાઈ છે કે અપેક્ષાઓનો પહાડ લઈને બેઠેલા મૂરતિયાઓ ૨૫-૫૦-૧૦૦-૧૫૦-૨૦૦ સુધી ય મિટિંગો કરતાં થયા છે. આટઆટલી મિટિંગ્સ પછી પણ કાંઈ ફિટિંગ થઈ જ જાય એવું Fix નહીં. થાય, તો કેટલું ટકે એનો ભરોસો નહીં. એક કન્યાને મળ્યા પછી એ મૂરતિયો એને ધારી ધારીને જુએ, એને એકલામાં મળે, એને ચિત્ર-વિચિત્ર પ્રશ્નો પૂછે, આ બધી જ બેહુદીની હદ વટાવી જાય એવી પ્રવૃત્તિ છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy