SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૮૭. ચંદ્ર વગેરે અનેક ઘર્મગુરુઓ સાથે પત્રવ્યવહાર ચલાવી હિંદુઘર્મમાં દૃઢ થયા. ની સરકારની હિંદુઓ પ્રત્યેની અમાનુષી વર્તણુંક સામે સત્યાગ્રહ ચલાવી યોગ્ય હો મેળવ્યા. તે હીલચાલથી દક્ષિણ આફ્રિકામાં એમનું જીવન રાષ્ટ્રસેવાના રંગથી કેય. ભારતમાં પણ સ્વાતંત્ર્ય માટેની હીલચાલે વેગ પકડ્યો. તે અરસામાં તેઓ માં આવ્યા અને પોતાની જરૂર જણાતા તેમણે તેમાં ઝકાવ્યું. છતાં પોતાના સત્ય અને અહિંસાના સંસ્કારોને ગમે તેવા ઉગ્ર વાતાવરણમાંય તિલાંજલિ ન આપતાં ભારતની રાષ્ટ્રીય લડતને તેમણે સત્યાગ્રહ અને અહિંસાના (non voilence) રંગે કરી આવી અહિંસક લડતથી અંગ્રેજો સામે તેમણે સચ્ચાઈ અને મૈત્રીભર્યું વર્તન રાખી કોંગ્રેસનું આંતરરાષ્ટ્રીય ગૌરવ વધાર્યું. ભારતની ભાષા-એકતા, હરિજનસેવા, અસ્પૃશ્યતા નિવારણ, મનિષેઘ, પાયાની કેળવણી વગેરેને વેગ આપ્યો. ઈ.સ. ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું. છતાં હિંદુ-મુસ્લિમના કોમવાદની ખની જ્વાળાઓ બંગાલ બિહાર અને પંજાબમાં જાગી ત્યારે પોતાની જાનના જોખમે તે અટકાવવા ઝુકાવ્યું અને ઈ.સ.૧૯૪૮ની ૩૦ જાન્યુઆરી શુક્રવારે એક અવિચારી હિંદુના હાથે તેમનું ખૂન થયું. મૃત્યુ સમયે પણ ખૂની માટે ક્ષમામય હાસ્ય તેમના વદન પર હતું. દેશવિદેશમાં માનવીઓ તેમના કરુણ અચાનક મૃત્યુથી આઘાત પામ્યાં. સ્વતંત્ર ભારત રાષ્ટ્રીય કટોકટીના સમયમાં વધારે મૂંઝવણમાં મુકાયું. - શ્રીમજી સાથે ગાંધીજીનો પત્રવ્યવહાર ચાલુ હતો. એક ૨૭ પ્રશ્નવાળો પત્ર તો બહુ પ્રસિદ્ધ છે. ગાંધીજી પર શ્રીમદ્જીના બીજા ઘણા પત્રો હતા, પણ હવાઈજહાજમાં જતાં તે પત્રોનું બંડલ ક્યાંય ખોવાઈ ગયું. ફક્ત ત્રણ પત્રો મળ્યા તે છપાયા છે. (૧૪૮) મોહમુગર મોહમુદ્ર એ સ્વામી શંકરાચાર્યની કૃતિ છે. ગ્રંથ નાનો છતાં ઉપદેશ અર્થે ઉત્તમ છે. આમાં મોહનું સ્વરૂપ તથા આત્મસાઘન સારી રીતે બતાવેલાં છે. આ ગ્રંથ વેદધર્મસભા મુંબઈ તરફથી ગુજરાતી ટીકા સહિત સન્ ૧૮૯૮માં પ્રગટ થયો હતો. - સંત-સમાગમનો અપાર મહિમા દર્શાવવા શ્રીમદ્જીએ આ ગ્રંથના એક પદ્યના બે ચરણ પોતાના પત્રમાં ટાંક્યા છે, તેની પૂર્તિ નીચે પ્રમાણે છે – नलिनीदलगत जलवत्तरलं तद्वजीवनमतिशय चपलम: क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णव तरणे नौका. અર્થ કમળનાં પત્ર પર પડેલું પાણીનું ટીપું જેમ ચંચલ છે એટલે નાશવાન છે, તેમ આ મનુષ્યજીવન પણ અતિશય ચપલ છે. ક્ષણવારની પણ સજન પુરુષોની સગતિ સંસારસમુદ્ર તરવામાં વહાણરૂપ થઈ પડે છે. Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy