SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ છે. કમનું આવતું તઓ તથા ગ્રંથોનો પરિચય (૧૦૯) પ્રશ્નવ્યાકરણ એક આગમ ગ્રંથ છે. એમાં મુખ્યપણે આસ્રવ તથા સંવર તત્ત્વનું કથન ન આવવું તે આસ્રવ છે. તે આસ્રવ ૪ર પ્રકારે છે. તે આ પ્રકારે : ૫ માં પ્રવૃત્તિ, ૪ કષાય, ૫ અવ્રત, રપ ક્રિયાઓ, તથા ૩ મન, વચન, કાયાના છે અયોગ્ય રીતે ઉપયોગ કરવો. ત્યાર પછી હિંસાના પર્યાયનામો આપેલાં છે. કે પાપ, ચંડ, રુદ્ર, મુદ્ર, સાહસિક, અનાર્ય, નિર્ગુણ, નૃશંસ, મહાભય, પ્રતિભય, Enય. ભયાનક, ત્રાસક, અનાર્ય, ઉદ્વેગકર, નિરપેક્ષ, નિર્ધર્મ, નિષ્કરુણ, નરક, છે દીનમનકારક, ઇત્યાદિ. ઉપર્યુક્ત ભાવોથી જે કમ આવે છે તેથી આત્મા જાય છે અને તેથી અનેક જાતની વેદના પરાધીનપણે વેદવી પડે છે તે જ દુઃખ છે તે દબથી છૂટવા અર્થે સંવર(ઘમીનું કથન કરેલું છે. તે સંવરમાં કેવી રીતે પ્રવર્તી શકાય તે બઘાનું સ્પષ્ટ વર્ણન છે. (૧૧૦) પ્રજ્ઞાપના પ્રજ્ઞાપના સૂત્ર ચોથા સમવાયાંગનું ઉપાંગ કહેવાય છે. પરંતુ અંગ સમવાયાંગ સંક્ષેપમાં છે અને પ્રજ્ઞાપનાનો વિષય ઘણો વિસ્તૃત છે. તેમાં છત્રીશ વિષયો છે અને તેમાંના દરેક વિષયને પદ કહેવામાં આવે છે. | શ્રી શ્યામાચાર્યે એક એક વિષય પર ખૂબ બારીકાઈથી ઊંડો વિચાર કરેલો છે. એના પર આચાર્યશ્રી મલયગિરિજીની સંસ્કૃત ટીકા છે. એના અભ્યાસ તથા વાચનથી જીવ અજીવ સંબંધી વિશેષ જ્ઞાન થાય છે. આનું પ્રથમ પદ પ્રજ્ઞાપના પદ છે. એમાં જીવ અજીવનું વિસ્તારથી વર્ણન કરેલું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૧૩૯માં આનો ઉલ્લેખ કરેલો છે. (૧૧૧) પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા શ્રીમદ્ રાજચંદ્રના તે કાકાસસરા થાય. લંડનમાં એમ.ડી. તથા બેરિસ્ટરની પરીક્ષા પસાર કરી, મોરબી સ્ટેટમાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે થોડો વખત નોકરી કરી, પછી ઈડર સ્ટેટમાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે નિયુક્ત થયા હતા. સમજી ઈડરમાં સં. ૧૯૫૩ તથા ૧૯૫૫માં નિવૃત્તિ અર્થે ગયા ત્યારે ડૉક્ટર સાહેબને ત્યાં રહ્યા હતા. ઈડર સ્ટેટના મહારાજા કેસરીસિંહજી આત્મતત્ત્વના શાસુ હતા. ગુપ્ત રીતે ત્યાં રહેવાની શ્રીમની ભાવના છતાં ત્યાંના મહારાજાને પણ થતાં તેઓ શ્રીમદને મળ્યા હતા. તે વખતે થયેલી વાત “દેશી રાજ્ય' નામના સકમાં ઈસ્વી સન ૧૯૨૮માં પ્રસિદ્ધ થયેલ છે, તે “જીવનકળા'માં પ્રકરણ ૨૨ પાયેલ છે. સં. ૧૯૫૩માં શ્રી સોભાગ્યભાઈ સાથે શ્રીમદ્જી ઈડર ગયેલા અને Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy