SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય પણ ૫ સંસાર પરથી ઊઠી ગયું હતું. તેમણે દેવકરણજીને દીક્ષા લેવા પ્રેરણા કરી અને બન્ને ખંભાતના સ્થાનકવાસી સંપ્રદાયમાં સાથે દીક્ષિત થયા. ૪૫ દેવકરણજીની બુદ્ધિ તીક્ષ્ણ હતી. તેમનું વ્યાખ્યાન તે વખતના સાધુ | સમુદાયમાં સર્વોત્તમ લેખાતું હતું. એમ સાંભળ્યું છે કે એક વખત જેણે તેમનું | વ્યાખ્યાન સાંભળ્યું હોય તેના કાનમાં છ માસ સુધી વૈરાગ્યનો રણકાર ગૂંજ્યા કરતો. તેમનો કંઠ પણ બહુ મધુર હતો, તથા વૈરાગ્યનાં પદો સારી રીતે વ્યાખ્યાનમાં ગાઈ બતાવતા તથા અંતઃકરણ હચમચાવી મૂકે તેવું રસભર્યું વિવેચન કરતા. શ્રી લલ્લુજી મુનિ સાથે તેઓ.મુંબઈમાં ચાતુર્માસ રહ્યા હતા, તે વખતે તેમના વ્યાખ્યાનમાં બે જાર માણસો રોજ ધર્મશ્રવણ કરતા આવતા. આવી શક્તિ પૂર્વના સંસ્કારને લીધે તેઓ પામ્યા હતા. પણ હજી અંતરશોઘનની તક તેમને સાંપડી નહોતી. શ્રી લલ્લુજી મુનિને શ્રીમદ્નો પ્રથમ સમાગમ ખંભાતમાં થયો. તે વખતે દેવકરણજીનું ચાતુર્માસ અન્યત્ર હતું. પણ તેમણે સાંભળ્યું હતું કે કોઈ ગૃહસ્થ મહાત્મા પ્રત્યે શ્રી લલ્લુજી મહારાજ ગુરુબુદ્ધિ રાખે છે. બીજા બધા સાધુઓ તો શ્રીમદ્ભુની નિંદામાં પણ ઊતરેલા, પણ દેવકરણજી વિચક્ષણ હતા. તેથી કહેતા કે સંસારદશામાં પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે છે. જો સમ્યદૃષ્ટિ હોય અને આપણે તેમના અવર્ણવાદ બોલીએ તો સંસાર પરિભ્રમણ વધી જાય, અને દુર્લભબોઘીપણું પ્રાપ્ત થાય. તેથી તે મધ્યસ્થ રહેલા. શ્રી લલ્લુજીના યોગે તેમને શ્રીમદ્ભુના પત્રો વાંચવાનો તથા સમાગમનો પણ પ્રસંગ બનવા લાગ્યો, પણ તેમની અપૂર્વતા લાગતાં તેમને વાર લાગી; કારણ કે શાસ્ત્ર અભિનિવેશને લીધે તેમને એમ રહેતું કે શાસ્ત્રમાં બધું છે; અને શાસ્ત્ર તો આપણે ભણ્યા છીએ તો શાસ્ત્રથી બીજું શ્રીમદજી શું કહેવાના હતા ? જ્યારે શ્રીમદ્ભુ સં. ૧૯૫૪માં વસો એક માસ નિવૃત્તિ અર્થે રહેલા તે વખતે દેવકરણજીનું ચાતુર્માસ ખેડામાં હતું. તેમને પણ શ્રીમા સમાગમની આતુરતા જાગી અને તેમની વિનંતીથી શ્રીમદ્ભુ ત્રેવીસ દિવસ ખેડા રહેલા. ત્યાં મુનિઓને આખો દિવસ સત્સમાગમનો લાભ મળતો. ત્યાં તેમને શ્રીમદ્ની અદ્ભુત દશાનો પરિચય થયો. તેથી તેઓ શ્રી લલ્લુજી મુનિને પત્રમાં જણાવે છે : “ઉત્તરાધ્યયનના બન્નીસમા અધ્યયનનો બોધ થતાં અસદ્ગુરુની ભ્રાંતિ ગઈ; સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ. અત્યંત નિશ્ચય થયો, તે વખતે રોમાંચ ઉલ્લસ્યાં; સત્પુરુષની પ્રતીતિનો દૃઢ નિશ્ચય રોમ રોમ ઊતરી ગયો...આપે કીધું તેમજ થયું. ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે...લખવાનું એ જ કે હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી માંહેનું તત્ત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષય-કષાયરૂપ ચોરને અંદરથી બહાર Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy