SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ડુંગરશીભાઇ તળાવમાં મૂક્યા, સામાન્ય વાત છે ૩૯ ભાઈને ચાદરમાં બેસાર્યા. તે સમાધિમાં લીન થયા એટલે ગાંસડી બાંધી માં મળ્યા કે ગાંસડી તરવા લાગી. થોડીવારે તેમને બહાર કાઢ્યા. આ જોકે વાત છે. પણ ડુંગરશીભાઈએ યોગની અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. પણ 4 સિદ્ધિઓને માયાનું સ્વરૂપ સમજી પરમકૃપાળદેવની આજ્ઞામાં જ કલ્યાણ છે 3મી સદ્રઢ અચલ શ્રદ્ધા પર ડુંગરશીભાઈ સ્થિર થયા અને આત્મકલ્યાણના *બા સર્વશક્તિથી આત્મસમર્પણ કરી સન્દુરુષના અનંત કલ્યાણકારી જોગને કરી સમાધિમરણ પૂર્વક ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ગયા. ** શ્રીમદ શ્રી ડુંગરશી આદિ મુમુક્ષુઓ સહિત ખંભાત પઘારેલા ત્યારે બહાર હવા ગયેલા. ત્યાંથી સાંજે શ્રી ડુંગરશીને ફરમાવેલું કે અંબાલાલને ઘેર તમે બઘાને તેની જશો? તેમણે હા પાડી, એટલે કોઈએ કંઈ બોલવું નહીં, પણ તેમની પાછળ ચાલ્યા જ કરવું એમ સૂચના કરી. બઘા ડુંગરશીની પાછળ ચાલ્યા. ઘણી ગલીઓમાં તેમણે બઘાને ફેરવ્યા પણ ઠેકાણું ન જડ્યું. પછી શ્રી અંબાલાલને આગળ કર્યા કે તુર્ત ઘેર આવી પહોંચ્યા. પછી કૃપાળુદેવે સદ્ગુરુની આવશ્યકતા ઉપર વિવેચન કર્યું હતું. શ્રી પોપટલાલ મહોકમચંદ પોતાના પરિચયમાં જણાવે છે કે શ્રી ડુંગરશી ગોસળિયા આમ અમને કહેતાઃ ઋષભાદિ દશા વિષે રહેતી જે અપ્રતીતઃ રાજચંદ્ર મળતાં થકા, પ્રત્યક્ષ દીઠી સ્થિત. ડુંગરશીભાઈનો જન્મ સંવત ૧૮૭૫માં અને દેહત્યાગ સંવત ૧૯૫૪ના જેઠ સુદ ૩ ને દિવસે થયો હતો. શ્રીમદ્ પત્રાંક ૮૩૪માં શ્રી ડુંગરશીના ગુણગાન કરતાં લખે છે : “મહતું. ગુણનિષ્ઠ, સ્થવિર, આર્ય શ્રી ડુંગર સમાધિ સહિત દેહમુક્ત થયા.” (૭૦) તત્ત્વાર્થસૂત્ર તત્ત્વાર્થસૂત્ર ૧૦ અધ્યાયવાળો એક સુંદર સૂત્રાત્મક ગ્રંથ છે. આ ગ્રંથ જૈનોના બધા સંપ્રદાયોને સમાન રીતે માન્ય છે. એનું બીજું નામ મોક્ષશાસ્ત્ર છે. એમાં જૈન સિદ્ધાંતનું ક્રમપૂર્વક કથન છે. સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીનું વર્ણન છે. થતાંબર સંપ્રદાય આ શાસ્ત્રને શ્રી ઉમાસ્વાતિની રચના કહે છે અને દિગંબર સંપ્રદાય શ્રી ઉમાસ્વામીની કૃતિ માને છે. આ ગ્રંથ પર બન્ને સંપ્રદાયના વિદ્વાનોએ ઘણી ટીકાઓ લખી છે. એના સ્વાધ્યાયથી જૈનસિદ્ધાંતો સંબંઘી ઘણું જાણવાનું મળે છે. શ્રી ઉમાસ્વાતિકૃત સ્વોપજ્ઞ કિા સાથે અને પં. ખૂબચંદ્રજીત વિસ્તૃત હિંદી ટીકા સાથે આ ગ્રંથ સભાષ્યગાથાદિગમસૂત્ર નામથી શ્રી પરમશ્રત પ્રભાવક મંડળથી પ્રકાશિત થયો છે. Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy