SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિNિ થયું. બઘા શ્રાવકો આવી હતો એટલે તેમની ૧ નગરશેઠ ગુસ્સે ૧૦ કે એક વાર પર્યુષણમાં આનંદઘનજીને વ્યાખ્યાન કરવાનું થયું. બધા થી ગયેલા, પણ નગરશેઠ આવ્યા નહોતા. સમય પણ થઈ ગયો હતો વાટ ન જોતાં આનંદઘનજીએ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. તેથી નગરો થયા. તે જોઈને આનંદઘનજીને પરાધીન જીવનથી અરુચિ થઈ અને ત્યારથી જ તથા જંગલોમાં રહેવા લાગ્યા. એમની રચનામાં ચોવીસી મુખ્ય છે. તે અધ્યાત્મપદો પણ ગૂઢ મર્મથી ભરપૂર છે. શ્વેતાંબર સમાજમાં એમનાં પદો બહુમાનપૂર્વક બોલાય છે. શ્રીમદ) આનંદઘનજીત શ્રી ઋષભજિનના સ્તવનનો અર્થ પોતે લખેલો છે, જેમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ અપૂર્વ છે. આનંદઘનજીએ સાધુ અવસ્થામાં ઘણા ગચ્છના સાધુઓનો પરિચય કર્યો હતો, આગમનો સારો અભ્યાસ કર્યો હતો, તર્કશાસ્ત્ર તથા અલંકાર શાસ્ત્રોમાં પણ તેમણે ચાતુર્ય પ્રાપ્ત કર્યું હતું. પૂર્વભવના સંસ્કાર યોગે તેમના મન અધ્યાત્મશાસ્ત્રો તરફ ગયું અને તેમાં જ તેમનો આત્મા ઠર્યો. ગચ્છભેદની ક્રિયાઓની તકરારોથી તેઓ કંટાળેલા હતા, તેથી તેઓને અધ્યાત્મશાસ્ત્રો દ્વારા આનંદ રસ લેવામાં વિશેષ રુચિ થઈ. શ્રી યશોવિજયજી પણ આનંદઘનજીને મળી અતિશય સંતોષ પામ્યા હતા. આનંદઘનજીના પદોના આશય સંબંધી એક વિદ્વાન લખે છે કે “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાહ પસારીને કહે ઉદધિ વિસ્તાર” એમના વિષયમાં શ્રીમજી એક સ્થળે લખે છે કે આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી તીવજ્ઞાન હતું. (૧૯) આનંદ શ્રાવક આનંદશ્રાવકની કથા ઉપાસક દશાંગ સૂત્રમાં આ પ્રમાણે આપી છે. એક વાર ગૌતમસ્વામી કોલ્લાક સન્નિવેશમાં ભિક્ષાર્થે જતા હતા. તે વખતે ઘણા માણસોના મુખેથી એમ સાંભળ્યું કે ભગવાન મહાવીરના શિષ્ય શ્રમણોપાસક આનંદે મરણોત સલ્લેખના સ્વીકારી છે. તેથી ગૌતમસ્વામી આનંદશ્રાવકને જોવા ગયા. - આનંદે ગૌતમસ્વામીને આવતા જોઈ નમસ્કાર કરી પૂછ્યું કે ભગવાન ગૃહાવાસમાં મનુષ્યને અવધિજ્ઞાન થાય છે? ગૌતમસ્વામીએ હા પાડી. એટલે તેમણે કહ્યું કે મને પાંચસો યોજનમાં રહેલા રૂપી પદાર્થને જાણવાવાળું અવધિજ્ઞાન થયું છે. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, ગૃહસ્થને અવધિજ્ઞાન થાય પણ આટલું મોટું નહી. - હે આનંદ, તું આલોચના લે. આનંદ બોલ્યા, ભગવન!શું જિન પ્રવચનમાં સદ્દા ભાવની આલોચના કરવાની હોય છે? શ્રી ગૌતમસ્વામીએ ના કહી. એટલે આનંદ કહ્યું કે ત્યારે હું આલોચના લેવાને યોગ્ય નથી. ગૌતમસ્વામીએ બઘી હકીકત Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy