SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ રમકપાળુદેવે જવાબ સ્મારામજી મહારાજની અતિ ગહન છે. તીવ્ર, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિપિ અને એમણે સંદેશો મોકલ્યો કે આપણે એક વખત મળીએ. પરમકપાળ મોકલ્યો કે અમે મળવા આવીશું. - પરમકૃપાળદેવ આત્મારામજી મહારાજને મળ્યા. આત્મારામજી મહા વખતે વિશેષાવશ્યક ભાષ્ય વિચારતા હતા. એ ગ્રંથ અતિ ગહન છે. ક્ષયોપશમી પણ ગોથાં ખાઈ જાય એવો દુર્ગમ ગ્રંથ છે. પરમકૃપાળુદેવ સાથે આત્મારામજી મહારાજે એ ગહન ગ્રંથમાં આવેલા ચાર વિષયોની ચર્ચા કરી. પરમકૃપાળુદેવે એવા તો અદ્ભુત ખુલાસા કર્યા કે આત્મારામ મહારાજ પરમકૃપાળુદેવની અત્યંત તીવ્ર પારગામી પ્રજ્ઞાથી સંતુષ્ટ થઈ બોલ્યા “આપ દીક્ષા ગ્રહણ કરો તો માર્ગનો પરમ ઉદ્યોત થાય.” પરમકૃપાળુદેવે જવાબ આપ્યો-“અમે એ જ વિચારમાં છીએ.” પ્રથમ સમાગમે ત્રણથી ચાર કલાક જ્ઞાનવાર્તા ચાલી હતી. તે પછી ફરીથી બે વખત સમાગમ થયેલો. એ ત્રણે સમાગમ વખતે શ્રી કાંતિવિજયજી, શ્રી હંસવિજયજી, શ્રી શાંતિવિજયજી આદિ સાધુઓ હાજર હતા એમ શ્રી કાંતિવિજયજી તથા શ્રી હંસવિજયજીના મુખેથી સાંભળ્યું છે. આત્મારામજીને શિકાગોની સર્વ ઘર્મ પરિષદમાં પધારવા આમંત્રણ મળેલું. પણ સાધુ તરીકે તે જઈ શકે નહીં. તેથી વીરચંદ રાઘવજી ગાંધીને શાસ્ત્રઆદિમાં માહિત કરી અમેરિકા મોકલેલા. ત્યાં જઈ તેમણે જૈનઘર્મની પ્રભાવના અર્થે ઘણો પરિશ્રમ કર્યો હતો. ઉપદેશનોંઘ-૧૧માં શ્રીમદે તેમની સરળતા તથા ઘર્મદાઝ આદિ વિષે એક મુમુક્ષુને વાત કરેલી નોંઘાઈ છે. (૧૯) આત્મસિદ્ધિ આ આત્મસિદ્ધિના પ્રણેતા કવિવર જ્ઞાનેશ્વર શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે. કલમના એક અસ્મલિત ઘારપ્રવાહે આ આત્મસિદ્ધિ તેમણે એકાદ કલાકમાં હૃદયમાંથી બહાર લાવી શબ્દારૂઢ કરેલી છે. જીવોનો સંસારપ્રત્યયી પ્રેમ અસંસારગત કરવા, કે તેમાં અવતરિત આત્મતત્ત્વ પ્રત્યે પરમપ્રેમ જાગૃત કરવા અને એકરસ કરવી, ભક્તિરાહમાં અદ્વિતીય કવિત્વપ્રભાથી અતિ સરળ અને પ્રૌઢ માતૃભાષામાં તે આત્મસિદ્ધિ અલંકૃત કરી અજોડ બનાવી છે. અનાદિથી પરમગૂઢ અગોચર એવા આત્મતત્ત્વની વ્યાખ્યા આર્ય દર્શનકારોએ અનેક પ્રકારે કરેલી છે અને તે દર્શન સાહિત્યો એટલાં વિશાળ છે કે સામાન્ય બુદ્ધિમાન મુમુક્ષુઓને તેમાં પ્રણીત કરેલા દ્રષ્ટિદ્વાર અને સાઘનકારોનો ભેદ ઉકેલા મુક્તિમાર્ગને ખોળવો અને પામવો અત્યંત અત્યંત વિકટ થઈ પડ્યો છે. તે વિવિધ દશનકારોની આત્મદર્શન પદ્ધતિઓની અતિ સંક્ષિપ્ત અને સચોટપણે એક જ છણાવટ કરી તેના દોહનરૂપે પોતાની અમોઘ અનુભવજ્ઞાનશક્તિ વડે ' Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy