SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ૧૧૧ મયણાસુંદરીનો પિતા તેના કર્મની પરીક્ષા કરવા માટે તેને કોઢી શ્રીપાલ જોડે પરણાવે છે. સતી મયણા શ્રીપાલને સર્વસ્વ સમજી પ્રભુ પર વિશ્વાસ રાખી મનમાં હા પણ ખેદ કરતી નથી, સાનંદ પતિસેવા કરે છે. આયંબિલનું તપ કરે છે. તેના ભાવથી શ્રીપાલનો રોગ જાય છે. પછી શ્રીપાલ દેશાંતરે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પષ્ય એની આગળ ને આગળ ચાલ્યા કરે છે. માર્ગમાં ઘવલશેઠ મળે છે જે પાપવાસનાને લીધે શ્રીપાલને સમુદ્રમાં નાખે છે. તોપણ શ્રીપાલ જીવિત રહે છે, એક રાજાની કન્યા પરણે છે. ઘવલના વહાણો તે જ નગરમાં આવે છે. શેઠ રાજાને મળવા જાય છે. શ્રીપાલને ત્યાં જોઈ તે ગભરાય છે. તેને મારવા શેઠ ડુંબોને લાલચ આપી રાજા પાસે મોકલે છે. શ્રીપાલને તે બો પોતાના સગા તરીકે ઓળખાવે છે. રાજા આ વિચિત્ર ચરિત્ર જોઈને આશ્ચર્ય પામે છે. યથાર્થ હકીકત પ્રગટ થતાં રાજા શેઠ પર ગુસ્સે થાય છે, છતાં શ્રીપાલ શેઠને ઘર્મપિતાનું માન આપીને બચાવે છે. માર્ગમાં શેઠ મરણ પામે છે. આ પ્રકારની કથા શ્રીપાલચરિત્રમાં છે. એમાં મુખ્ય તો નવપદનો મહિમા વર્ણવ્યો છે. તે નવપદ આ પ્રમાણે છે: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને તપ. શ્રીપાલરાસની રચનાનો પ્રારંભ કરનાર શ્રી વિનયવિજયજી છે. પણ રચતાં રચતાં તે કાળઘર્મ પામ્યા. ત્યાર પછી શ્રી યશોવિજયજીએ આ ગ્રંથને પૂર્ણ કર્યો છે. આ રાસ કવિત્વ તથા ઘર્મની દ્રષ્ટિએ એક ઉત્તમ રચના છે. (૧૮૬) શ્રેણિક રાજા મહારાજ શ્રેણિક ભગવાન મહાવીરના પરમભક્ત હતા. તે બુદ્ધિશાળી તથા નીતિજ્ઞ રાજા હતા. પૂર્વ અવસ્થામાં બૌદ્ધ સાધુઓનો વિશેષ સમાગમ હોવાથી એમને બૌદ્ધઘર્મ પર અટૂટ શ્રદ્ધા થઈ હતી. ચેલણાને પરણ્યા પછી બન્નેમાં (પતિપત્નીમાં) ખૂબ ખેંચતાણ થતી. રાજા ચેલણાને બુદ્ધ ઘર્મની શ્રદ્ધા થવા માટે અનેક ઉપાયો કરતા ત્યારે શેલણા રાજાને જૈન બનાવવા પ્રયત્ન કરતી. અનાથી મુનિની અપાર સમતા જોઈને એમને જૈનઘર્મ પ્રત્યે રુચિ થઈ. ચેલણા દરરોજ જેનઘર્મના વાસ્તવિક સિદ્ધાંતો રાજાને સમજાવતી તેથી કાલ જતાં તે યથાર્થ શ્રદ્ધાળુ થયા અને લાયિક સમ્યકત્વ પામ્યા. નરકાયુષ્યનો સમ્યત્વ પહેલાં બંધ પડવાથી તેમને નરકમાં જવું પડ્યું છે. પણ ભવિષ્યમાં તે આ જ ક્ષેત્રમાં પહેલા તીર્થકર થવાના છે. શ્રીમદ્જી ઉપદેશછાયામાં લખે છે કે-“શ્રેણિક નરકમાં છે પણ સુખી છે કારણ કે સમકિતી છે.” વળી મોક્ષમાળામાં અનાથી મુનિના પાઠમાં, શ્રેણિક કેમ સમકિત પામ્યા તે હકીકત વર્ણવેલી છે. Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy