SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય કલ્યાણ થશે. નહીં ૧૦૩ વશ થશે. નહી તો હજાર, લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદગુરુ પાસે પડ્યો રહે પણ પણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે. સિદ્ધિઓ છે. પૂર્વભવ પણ જણાય છે. સંદ આનંદ વર્તે છે. એક જ શ્રદ્ધાથી કહ્યું, લખ્યું જાતું નથી. આપના ચિત્તને ત્ર થવા હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી.” (૧૫) લઘુક્ષેત્રસમાસ : આ શ્રી રત્નશેખર સૂરિની રચના છે. આ ગ્રંથનો મુખ્ય વિષય જૈન ભૂગોલ પથ્વીના સંબંઘમાં જેનો શું માને છે તે એમાં સ્પષ્ટપણે બતાવ્યું છે. એમાં બતાવેલું છે કે આ મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ તથા અસંખ્યાત સમુદ્રો છે. પ્રથમ દ્વિીપ છે તેને વીંટીને ચારે બાજુ સમુદ્ર છે. પછી દ્વીપ છે તેની ચારે બાજુ સમુદ્ર છે. આ પ્રમાણે અસંખ્યાત દ્વીપ-સમુદ્રો રહેલા છે. તે દ્વીપોમાં જંબૂદ્વીપ એ પ્રથમ દ્વિીપ છે. તે દ્વીપમાં હિમવાન આદિ છ પર્વતો છે, જેને લીધે જંબુદ્વીપના સાત ક્ષેત્ર થઈ જાય છે. ભારત અને એરાવત ક્ષેત્રમાં કાલના ક્રમથી છ આરા હોય છે. તેના નામ આ પ્રમાણે છે – સુસમ સુસમા, સુસમા, સુસમ દુસમા, દુસમ સુસમા, દુસમા, દુસમ દુસમા. એના પણ પાછા બે ભેદ છે. ઉત્સર્પિણી કાલ એટલે ચઢતો કાલ; જે કાલમાં મનુષ્યોનું શારીરિક બલ, ઊંચાઈ, ઘાર્મિક ભાવના આદિની વૃદ્ધિ થતી જાય તે; અને જે કાલમાં ઉપર કહેલી વસ્તુઓ ઘટવા માંડે તે અવસર્પિણી કાલ એટલે ઊતરતો કાલ કહેવાય છે. ' (૧૯૬) વણારસીદાસ ગોંડલના શ્રી વણારસીદાસ પરમકૃપાળુદેવના સમાગમમાં હડમતાલા ક્ષેત્રે આવેલા. સમાગમમાં આવતાં જ એમના હૃદયની અનેક શંકાઓનું સમાધાન પૂળ્યા વગર પરમકૃપાળુદેવે કરેલું. પરમકૃપાળુદેવ અંતર્યામી આત્મદર્શી સત્પરુષ છે એમ પ્રથમ સમાગમે જ વણારસીદાસને દ્રઢ શ્રદ્ધા બેસી ગઈ. વઢવાણ કેમ્પમાં તથા રાજકોટમાં વણારસીદાસ સમાગમ અર્થે રહેલા. વણારસીદાસ અત્યંત સરલ ભક્તિમાન મુમુક્ષ હતા. પરમકૃપાળુદેવ વિષે વાત કરતાં કરતાં એમની આંખમાં પાણી ભરાઈ આવતું. આંખ મીંચતાં તેમને પરમકૃપાળુદેવની મૂર્તિ આબેહૂબ દખાતી. કંઠ ગદ્દગદ થઈ જાય. અગાસ આશ્રમમાં બે ત્રણ વખત આવેલા. ગોંડલમાં જ નિવૃત્ત જીવન ગાળતા અને ત્યાં જ એમનો શાંતિસમાધિથી દેહત્યાગ થયો હતો. (૧૬૭) વલ્લભાચાર્ય વલ્લભાચાર્યનો જન્મ વિ.સં.૧૫૩૫ માં રાયપુર જિલ્લાના રાજ ગામની પાસે પારણ્યમાં બ્રાહ્મણકુળમાં થયો હતો. નાની ઉંમરમાં એમણે ઘણા ગ્રંથોનો અભ્યાસ Scanned by CamScanner
SR No.034118
Book TitleShrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Original Sutra AuthorN/A
AuthorAshok Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2016
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy