SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ( આરતિ અને મંગળ દીવો ) -: આરતિ - नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ જય જય આરતિ આદિ જિગંદા, નાભિરાયા મરુદેવી કો નંદા ... જય જય ... ૧ પહેલી આરતિ પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે ... જય જય ... ૨ દુસરી આરતિ દીન દયાલા, ધૂલેવા નગરમાં જગ અજવાળા ... જય જય ... ૩ તીસરી આરતિ ત્રિભુવન દેવા, સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા ... જય જય ... ૪ ચોથી આરતિ ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે ... જય જય ... ૫ પંચમી આરતિ પુન્ય ઉપાયા, મૂલચંદે ઋષભ ગુણ ગાયા ... જય જય ... ૬ - મંગલ દીપક : नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતિ ઉતારણ બહુ ચિરંજીવો. દીવો.૧ *સોહમને ઘેર પર્વદીવાળી, અંબર ખેલે અમરા બાળી. દીવો.૨ દીપાળ ભણે એણે કુળ અજુવાળી, ભાવે ભગતે વિઘન નિવારી. દીવો.૩ દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતિ ઉતારી રાજા કુમારપાળે. દીવો.૪ અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો.૫ * સોહમ = સૌધર્મેન્દ્ર શિલ્પ-વિધિ (૫૨) હેમકલિકા - ૧
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy