SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮. પુષ્પાંજલિ રત્નાત્ર ) (જિનબિંબ ઉપર પુષ્પાંજલિ પ્રક્ષેપ) આ અંતિમ અભિષેકમાં જળ ભરેલા કળશો હાથમાં લેવાના નથી. પરંતુ, બંને હાથ અત્તર વગેરેથી સુગંધિત કરી, ખોબો ભરીને પુષ્પ લઈને પ્રભુજી સમક્ષ ઊભા રહેવાનું હોય છે. (s, R પ્રતમાં તો કસ્તુરીથી વિલેપિત બેય હાથમાં પુષ્પો લઈ ઊભા રહેવું કહ્યું છે.) તથા શ્લોક મંત્ર બોલીને પુષ્પાંજલિનો પરમાત્માના મસ્તક ઉપર પ્રક્ષેપ કરવાનો હોય છે. (મસ્તકે પુષ્પાંજલિ મુકવાની હોય છે.) ભાવશિલ્પ : “હે નાથ ! આજ સુધી પરપુદગલ તથા સંસારના સ્વાર્થભર્યા સંબંધોની જ પ્રીતમાં રાચ્યો છું. ઘણું કરીને પ્રેમની વિકૃતિરૂપ વાસનાને જ આધીન બન્યો છું. હે હૃદયવલ્લભ ! આથી શ્રેણિક મહારાજાની જેમ મારા પ્રત્યેક આત્મપ્રદેશ એકમાત્ર આપના જ પ્રેમની ઉદ્દઘોષણા કરું છું. પુષ્પ એ પ્રેમનું પ્રતિક છે. આપને પુષ્પાંજલિ પ્રક્ષેપવા દ્વારા એકમાત્ર આપને જ મારા પ્રિયતમરૂપે જાહેર કરૂં છું.” આવા પ્રેમપૂર્ણ આત્મશિલ્પના ઘડતર માટે મઘમઘાયમાન ફૂલોનો ખોબો ભરી ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ नानासुगन्धि पुष्पौघ-रञ्जिता चञ्चरीककृतनादा । धूपामोदविमिश्रा, पततात्पुष्पाञ्जलिबिम्बे ॥ १ : सुगन्ध અર્થ : (૧) અનેક પ્રકારના સુંગધિત પુષ્પોથી રજિત-યુક્ત અને (૨) ભમરીઓનો સમુહ જેમાં ગુંજારવ કરી રહ્યો છે એવી તથા (૩) ધૂપની સુગંધથી મિશ્રિત એવી પુષ્પાંજલિનો (જિન) બિંબ પર પ્રક્ષેપ થાઓ. મંત્રઃ ૩% હૂ હૂ હૂં હૈં હૂ : પરમાતે પરમેશ્વર પુષ્યાત્મિનિરર્વયામિ સ્વાહ (પુષ્પ વધામણા ગીતઃ પૃ. ૧૩૫) શ્રી અઢાર અભિષેક વિધાના (૪૩) શિલ્પ-વિધિ
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy