SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫. પંચામૃત સ્નાત્ર ) પંચામૃત = ગાયના દૂધ, દહીં, ઘી, (ઈશુરસ-) સાકર અને પાણી; આ પાંચેય અમૃતોના મિશ્રણપૂર્વકનો આ અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : પંચામૃત - એ દ્રવ્યૌષધ છે. જિનપ્રવચન એ કલ્પસૂત્ર સુબોધિનામાં કહેલ તૃતીય ભાવૌષધ છે. જે રાગ-દ્વેષ, વિષય-વિકારો રૂપી રોગોને દૂર કરે છે અને રોગાભાવે પુણ્યાનુબંધી પુણ્ય, ઉત્તરોત્તર સુગતિપ્રાપ્તિ આદિ મોક્ષપ્રાપક સંયોગનો યોગ કરાવે છે. પંચમગતિદાયક જિનપ્રવચન પર અતિશય શ્રદ્ધા, વિશ્વાસ અને બહુમાન સભર ચિત્ત બનાવી પંચામૃતયુક્ત જળ ભરેલા કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ जिनबिम्बोपरि निपतत्, घृतदधिदुग्धादिद्रव्यपरिपूतम् । दर्भोदक सन्मिश्र, पञ्चसुधं हरतु दुरितानि ॥ અર્થ : ઘી, દહીં, દૂધ આદિથી અત્યંત પવિત્ર અને દાભ (ઘાસ) યુક્ત પાણીથી મિશ્રિત એવું જિનબિંબ ઉપર પડતું પંચામૃત દુરિત-દુષ્ટ પાપોને હણો. મંત્ર : ૐ હ્રીં દ É : પરમાઈતે પરમેશ્વરાય સભ્યપુષ્માતિ- શ્ર दर्भोदकसन्मिश्र-पञ्चामृत-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક • મસ્તકે પુષ્પારોપણ ધૂપ ઉખેવવો (કરવો). (અભિષેક સંબંધી વિવિધ ભક્તિગીતો : પૃ. ૧૨૯) શિવમસ્તુ સર્વ જગતઃ વસંતઋતુમાં જ્યારે રેવતી નક્ષત્ર પર સૂર્ય આવે ત્યારે ખૂબ જ ઠાઠમાઠથી ચતુર્વિધ સંઘ સહિત અતિપુણ્યવર્ધક જિનેશ્વર ભગવંતોનું સ્નાત્ર કરવું જોઈએ. જેટલો સમય આકાશમાં રેવતી નક્ષત્ર સાથે સૂર્યનો ભોગ હોય તેટલા દિવસ વિશિષ્ટ જિનાર્ચન કરવું, તે આ સર્વ જગતમાં વૃષ્ટિ અને પુષ્ટિકારક થાય છે. (જગદ્ગુરુ અકબરપ્રતિબોધક આ.શ્રી હીરવિજયસૂરીશ્વરજી કૃત “મેઘમહોદય') શ્રી અઢાર અભિષેક વિધાન (૨૩) શિલ્પ-વિધિ
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy