SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અભિષેક પ્રારંભ પ્રભુ સન્મુખ મૂળનાયક આદિ પરમાત્માની સ્તુતિઓ બોલવી. (વિવિધ ભક્તિસભર ભાવવાહી સ્તુતિઓ : પૃ. ૧૩૭-૧૪૫) -: સ્તુતિ ઃ(રાગ : સ્નાતસ્યા...) अर्हन्तो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्च सिद्धिस्थिताः, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री-सिद्धान्तसुपाठका मुनिवराः, रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ (રાગ : જેની આંખો પ્રશમ ઝરતી... મંદાક્રાન્તા) શ્રી અરિહંતો સકલ હિતદા, ઉચ્ચપુણ્યોપકારા, સિદ્ધો સર્વે મુગતિપુરીના ગામી ને ધ્રુવતારા; આચાર્યો છે જિનધરમના દક્ષ વ્યાપારી શૂરા, ઉપાધ્યાયો ગણધરતણા સૂત્ર દાને ચકોરા. સાધુ આંતર અરિસમૂહને વિક્રમી થઈય દંડે, દર્શન જ્ઞાનં હૃદયમલને મોહ અંધાર ખંડે; ચારિત્ર છે અવરહિત હો જિંદગી જીવ ઠારે, નવપદમાંહે અનુપ તપ છે જે સમાધિ પ્રસારે. વંદુ ભાવે નવપદ સદા પામવા આત્મશુદ્ધિ, આલંબન હો મુજ હૃદયમાં ઘો સદા સ્વચ્છ બુદ્ધિ. જે જન્મસમયે મેરૂગિરિની સ્વર્ણરંગી ટોચ પર, લઈ જઈ તમોને દેવ ને દાનવગણો ભાવે સભર; ક્રોડો કનક કળશો વડે કરતા મહા અભિષેકને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. હવે, વજપંજર સ્તોત્ર દ્વારા મુદ્રા સહિત આત્મરક્ષા કરવી તથા સર્વેને કરાવવી. ત્યારબાદ ક્રમસર અઢાર અભિષેક કરવાનો પ્રારંભ કરવો. શિલ્પ-વિધિ (૧૬) હેમકલિકા - ૧
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy