SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દરીશન કાજ, રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દરશન કરો જિનરાજ // ૩ // (પછી જગચિંતામણીનું ચૈત્યવંદન કરી, નમુત્થણે થી સંપૂર્ણ જયવીયરાય પર્યત કહેવું.) પછી હાથ ધોઈ, ધૂપી, મુખકોશ બાંધી, કળશ લઈ ઉભા રહેવું. (સ્નાત્ર અભિષેક) સયલ જિસેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ, વર્ણવતાં સુણતાં થકાં સંઘની પૂગે આશ / ૧ // (ઢાળ) સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા, વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવ દયા દિલમાં ધરી ના જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી, શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થંકર નામ નિકાચતા / ૨ // સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી, ચ્યવી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુલ / ૩ // પટરાણી કુખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો, સુખશય્યાએ રજની શેષ, ઉતરતા ચઉદ સુપન દેખે || ૪ || (ઢાળ) પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈઠો, ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ // ૧ / પાંચમે ફૂલની માળા, છઠે ચંદ્ર વિશાળા, રવિ રાતો ધ્વજ હોટો, પૂરણ કળશ નહીં છોટો / ૨ //. દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર, ભુવન-વિમાન, રત્નગંજી, અનિશિખા ધૂમવર્જી / ૩ // સ્વપ્ર લહી જઈ રાયને ભાખે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે || ૪ || શ્રી અઢાર અભિષેક વિધાન (૯) શિલ્પ-વિધિ
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy