SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ષ ૧૭ મું. (૨૧) સોગ, વિયાગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે. ત્યાં વૃદ્ધાવસ્થા આ વે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે. ત્વચા પર કરચલી પડી જાય છે. સુંઘવું, સાંભળવું અને દેખવું એ શકિતઓ કેવળ મંદ થઈ જાય છે. કેશ ધવળ થઈ ખરવા માંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડીયાં ખાતાં ચાલવું પડે છે. કાંતે જીવનપર્યત ખાટલે પડયા - હેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કેળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિનાં દુ;ખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ટ તેમાં પણ કેટલાં બધાં દુઃખ રહ્યાં છે! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ પણ ન થી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જે પ્રમાદ વિના વિચક્ષણ પુરૂષો આત્મકલ્યાણને આરાધે છે. સંસારને ચાર ઉપમા. છેસંસારને મહા તત્ત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહેવા લકે ! એને પાર પામવા પુરૂપ્રાર્થનો ઉપયોગ કરે! ઉપયોગ કરો! આમ એમનાં સ્થળે સ્થળે વચને છે. સંસારને સમુદ્રની ઉપમા છજતી પણ છે. જેમ સમુદ્રમાં મોજાંની છે ઉછળ્યાં કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક જોઓ ઉછળે છે. સમુ દ્રના જળનો જેમ ઉપરથી સપાટ દેખાય છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. જેમ સમુદ્ર ક્યાંક બહુ ઉડે છે, અને ક્યાંક ભમરીઓ ખવરાવે છે, તેમ, સંસાર કામવિષય પ્રપંચાદિકમાં બહુ ઉડે છે, તે સોહરૂપી ભમરીઓ ખવરાવે છે. થોડું જળ છતાં સમુદ્રમાં જેમ ઉભા રહેવાથી કાદવમાં ગુચી જઈએ છીએ તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણા રૂપી કાદવમાં ઘુચવી દે છે. જેમાં સમુદ્ર નાના પ્રકારના ખરાબા અને તેફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સંસાર સ્ત્રીઓ રૂપી ખરાબા અને કામરૂપી તેકાથી આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતે છતાં વડવાનળ નામનાં અગ્નિને તેમાં વાસ છે, તેમ સંસારમાં માયાપી અગ્નિ બળ્યાજ કરે છે. જેમ સમુદ્ર માસામાં જળ વધારે પામીને ઉં * : Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy