SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ - રાજધ. નથી; મહા અંધકાર વ્યાપ્ત છે; અંગછેદન સહન કરવું પડે છે; અગ્નિમાં બળવું પડે છે; અને છરપલાની ધાર જેવું જલ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને ત્યાં પ્રાણીભૂતે સાંકડ, અસાતા અને વિવિલાટ સહન કરવો પડે છે. આવાં જે દુઃખ તેને કેવલજ્ઞાનીઓ પણ કહી શકતા નથી; અહો!! તે દુખ અનંતિવાર આ આત્માએ ભોગવ્યાં છે. / ૨. તિર્યંચગતિ–લ, જુઠ, પ્રપંચ ઈત્યાદિકે કરીને જીવ સિંહ, વાઘ. હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભુખ, તરસ, તાપ, વિધ, બંધન, તાડન, ભારવહન ઇત્યાદિનાં દુઃખને સહન કરે છે. કે . . ૩. મનુષ્યગતિ ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લાહીન છે; માતા પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપનું ભાન નથી; નિરંતર માંસભાણુ, ચેરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે, એ જાણે અનાર્યદેશનાં અનાર્ય મનુષ્યો છે. આ દેશમાં પણ ક્ષત્રી, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રેગથી પીડિત મનુષ્યો છે; માન, અપમાન ઇત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ' ' ૪. દેવગતિ–પરસ્પર વેર, ઝેર, કલેશ, શેક, મત્સર, કામ, મદ સુધા આદિથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહયા છે, એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સાથી શ્રેષ્ઠ અને દુલંભ છે. આત્માનું પરહિત-મેક્ષ એ કારથી પમાય છે; એ મનુષ્યગતિમાં પણ કેટલાંક દુઃખ અને આત્મસાધનમાં અંતર છે. . . ?? એક તરૂણ સુકુમારને રમે રેમે લાલચોળ સુયા ઘંચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે, તે કરતાં આઠગુણી વેદના જ્યારે જીવ ગર્ભસ્થાનમાં રહે છે ત્યારે પામે છે. લગભગ નવ મહિના મળ, મૂત્ર, લેહી, પરૂ આદિમાં અહે૨ાત્ર મૂછગત સ્થિતિમાં વેદના ભેગવી જોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે. ત્યારપછી બાલ્યાવસ્થા પમાય. મળમૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજથી રઝળી રખડીને તે બાવાવસ્થા પૂર્ણ થાય છે, અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં, એટલે વિષય વિકારમાં વૃતિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદષ્ટિ, Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy