SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પરંપરા અને પ્રગતિ સરકારી નોકરી છોડવી પડેલી, છેક ૧૮૪૭થી કાપડની મિલ કાઢવાની તેમને હોંશ હતી, એટલે મેજર ફલજેમ્સ જેવા બ્રિટિશ અધિકારીઓ દ્વારા તે અંગેની યંત્રસામગ્રી વગેરેની માહિતી તેમણે એકત્ર કરી રાખી હતી. જેમ્સ લૅન્ડને ભરૂચમાં ધ બ્રોચ કોટન મિલ્સ' સ્થાપી (૧૮૫૫) અને મુંબઈમાં કાવસજી નાનાભાઈ દાવ પહેલી મિલ–ધી બોમ્બે સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ્સ–શરૂ કરી (૧૮૫૬) તેની પહેલાં છ-સાત વર્ષે (૧૮૪૯) રણછોડલાલે અમદાવાદ સમાચારમાં કાપડમિલની યોજના જાહેર કરીને શેઠિયાઓને તેમાં મૂડીરોકાણ કરવા–શેર ખરીદવા વિનંતી કરી હતી.' તેલ જોઈએ, તેલની ધાર જોઈએ—ની નીતિવાળા અમદાવાદના શેઠિયાઓ આવા વણખેડાયેલા સાહસ માટે શરૂઆતમાં નાણાં રોકવા તૈયાર થાય તેમ નહોતા. મુંબઈની દાવર મિલની સફળતા જોયા પછી જ તેમણે રણછોડલાલને મદદ કરી; તેને પરિણામે છેક ૧૮૫૭માં એક લાખ રૂપિયાના શેરભંડોળવાળી અમદાવાદ સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ રણછોડલાલ સ્થાપી શક્યા. તેની યંત્રસામગ્રી પહેલી વાર પરદેશથી આવતાં દરિયામાં ડૂબી ગયેલી એટલે ફરીથી મંગાવવી પડેલી. રેલવે તે વખતે નહોંતી એટલે ખંભાત બંદરેથી યંત્રસામગ્રી બળદગાડીમાં લાવવી પડેલી. તેનો પહેલો અંગ્રેજ એન્જિનિયર કૉલેરાથી મરણ પામેલો. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં રણછોડલાલે ખંતપૂર્વક મંડ્યા રહીને મિલ શરૂ કરી. ૧૮૬૧થી મિલે ઉત્પાદન શરૂ કર્યું હતું. મિલના શેરહોલ્ડરોમાં નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ, હઠીસિંગ કેસરીસિંગ અને રા.બ. મગનભાઈ કરમચંદ જેવા જૈન અગ્રણીઓ હતા. ૧૮૬૪માં ગુજરાતનું વધારાનું લશ્કર સરકારે વિખેર્યું ત્યારે તેમાંથી છૂટા થયેલા અને પાછળથી ‘લશ્કરી’ તરીકે જાણીતા થયેલા રા.બ. બેચરદાસ અંબાઈદાસે મિલ કાઢવાનો વિચાર કર્યો, તેને પરિણામે ૧૮૬૭માં અમદાવાદમાં બીજી મિલ સ્થપાઈ, તે પણ બિનવણિક સરકારી અધિકારીને હાથે. ૧૮૭૮માં મનસુખભાઈ ભગુભાઈએ “ધી ગુજરાત સ્પીનીંગ ઍન્ડ વીવીંગ મિલ” સ્થાપી તે વખતે જૈન કોમે યંત્રોમાંથી કાચું રૂ પસાર થતાં જંતુઓની હિંસા થાય છે એવો ધાર્મિક વાંધો ઊભો કરેલો. પણ તેની દરકાર કર્યા વિના મનસુખભાઈ અને તેમના પરિવારે બીજી ત્રણ મિલો કાઢી. ૧૮૮૦માં કેલિકો મિલ સ્થપાયેલી. તે તૂટતાં રા.બ. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy