SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્ત્ર-ઉદ્યોગનો વારસો ૨૧ કરે છે. મિલના કારીગરોની માફક આ સંચાલકો પણ એક એક ડગલું ભરતા ભરતા આગળ વધે છે.? આ વેપારી વર્ગને યંત્રવિજ્ઞાનની જાણકારી ન હતી. બ્રિટિશ એન્જિનિયરો અને વીવીંગ માસ્તરોની મદદથી મિલો ચાલતી થયેલી. કોન્ટેકટરો મકાન બાંધી આપતા. અમદાવાદમાં મિલ શરૂ કરનારને મૂડીરોકાણની પણ ખાસ મુશ્કેલી પડે તેમ નહોતી. શરાફીનો વ્યવસાય ધમધોકાર ચાલતો એટલે મૂડીરોકાણ માટે જરૂરી નાણાં મળી રહેતાં. ઓગણીસમી સદીમાં સૂતર, રૂ અને અફીણના વેપારમાંથી સારી કમાણી થયેલી. પછીના વખતમાં અફીણનો વેપાર બંધ થયેલો. રાજા-મહારાજાઓને ધીરવાનું પણ મંદ પડી ગયું હતું અને વિદેશી બૅન્કોનું કામકાજ શરૂ થયું હતું. મોટી રકમનું રોકાણ થઈ શકે તેવો આયાત-નિકાસનો ધંધો વિકસાવી શકે તેવું બંદર અમદાવાદ કે તેની નજીકનું કોઈ સ્થળ બન્યું નહોતું.બંગાળમાં જમીનદારીનું મહત્ત્વ હોવાથી ત્યાંના લોકોનું વલણ જમીનમાં નાણાં રોકવા તરફ વિશેષ હતું તેવું ગુજરાતમાં તે વખતે નહોતું. આ પરિસ્થિતિમાં મૂડીદાર શરાફો નવા ઉદ્યોગપતિઓને જોઈએ તેટલી રકમ ધીરી શકે તેમ હતા. મિલ ઊભી કરનારા ઘણુંખરું પોતાનાં સગાંસંબંધીઓ પાસેથી રકમ લઈને તેમને વ્યાજ ઉપરાંત કમિશનમાં ભાગ આપતા. આ નવા ઉદ્યોગમાં નાણાં ધીરનારને મેનેજિંગ એજન્સીમાં ભાગીદાર બનવાનો લાભ પણ મળતો. નાણાં લેનાર પાર્ટીની સધ્ધરતા પ્રમાણે કમિશનનો દર નક્કી થતો. આમ, અમદાવાદની પ્રજાની વિશિષ્ટ પ્રકૃતિ, વેપારી પરંપરા અને આર્થિક પરિસ્થિતિએ મિલ-ઉદ્યોગની સ્થાપનામાં અનુકૂળ ભાગ ભજવ્યો એમ કહી શકાય. વિચિત્ર વસ્તુ એ બની કે અમદાવાદમાં પહેલી મિલ શરૂ કરનાર કોઈ વેપારી કે શરાફ વણિક નહોતો. સાઠોદરા નાગર જ્ઞાતિના એક સરકારી અમલદારે અમદાવાદમાં સૂતરની મિલ નાખવાનો સૌપ્રથમ મનસૂબો કરેલો. તેમનું નામ રણછોડલાલ છોટાલાલ. તે પંચમહાલમાં બ્રિટિશ પોલિટિકલ એજન્ટના મદદનીશ હતા. ૧૮૫૪માં તેમના પર લાંચ લેવાનો આરોપ મુકાયેલો, પણ પુરવાર થયેલો નહીં. છતાં પોલિટિકલ એજન્ટ મેજર વાલેસની ખફા મરજીને કારણે તેમને Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy