SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ બઈપણ ૧ પિ બળીને તેની પ્રતિષ્ઠા કરી હતી, આગજબ ૧૧બી બા બમ ભાગે, તેમ તે મદિર નોડાવીને તેની મજિદ બનાવી તેના વિરોધમાં અમદાવાદ, શહેરમાં નાણા દિવસની હડતાળ પડી હતી. આ વાતની છ ઘાંતિદાય નથી જાણ થતાં શાહજહાંએ તા. ૦૭૧૬૪૮ના રોજ આરબ બની દક્ષિણમાં બદલી કરી અને મજિદ ખાલી કરાવીને શેક ઘાંતિદાસને પાછી શપવા તથા નુકસાન ભરપાઈ કરવા નવા સૂબેદારને ફરમાન કી બુ. જનસમાજની એક ચુસ્તતાને કારણે અપવિત્ર મનાયેલ તે સ્થળે પછી મંદિર થઈ શક્યું નહિ તેનું દુ:ખ છે શાંતિદાસને છેવટ લગી રહ્યું હતું. ૧૬૫દમાં શાહજહાંએ નગરશેઠ શાંતિદાસને પાલિતાણા ઇનામરૂપે આપવાનું ફરમાન કરેલું, જેમાં રૂપિયા બે લાખમાં શક્ય પગારું કામ આપવાનું દર્શાવ્યું હતું. તેણે મયૂરાસન બનાવવા માટે છ કરોડ રૂપિયા ખર્ચલા, તેમાંની મોટી રકમ તેને શેઠ શાંતિદાસે ધરી હતી. | મુરાદ ગુજરાતનો સૂબો હતો તે વખતે શાંતિદાસના પુત્ર લક્ષ્મીચંદે તેને સાડાપાંચ લાખ રૂપિયા ધીર્યા હતા, પણ ગાદી મેળવવાની લડાઈમાં મુરાદ હાર્યો ને ઔરંગજેબે પિતાની ગાદી પચાવી પાડી. આ સંજોગોમાં લક્ષ્મીચંદે મુરાદને આપેલી રકમ પાછી મળવાની આશા ન હતી. તે વખતે વૃદ્ધ શાંતિદાસે દિલ્હી સુધી જાતે જઈને ઔરંગજેબ પાસેથી કુનેહપૂર્વક એ રકમ પાછી મેળવી. એટલું જ નહીં, એ અસહિષણને ધમધ બાદશાહ પાસેથી જૈન તીર્થ અને તેની સંપત્તિના રક્ષણ માટે પણ ફરમાન મેળવ્યું હતું.' નગરશેઠ લમીચંદને પણ પિતાના જેવું જ માન મોગલ દરબારમાં મળ્યું હતું. તેમને ત્યાં રાજાશાહી વૈભવ હતો. તેમની હવેલીમાં પાંચસો આરબ ચોકી કરતા. બહાદુરશાહ ઉપર તેમ જ પછીના વખતમાં સૈયદ ભાઈઓ અને તેમની મદદથી ગાદીએ આવનાર હરૂખશાયર પર પણ તેમનો સારો પ્રભાવ હતો. તેમના પુત્ર ખુશાલચંદમાં તો વાણિયાની બુદ્ધિની સાથે ક્ષત્રિયનું તેજ પ્રગટ કરે તેવી હિંમત અને દૃઢતા હતી, તેના બે પ્રસંગો ઇતિહાસમાં નોંધાયેલા છે. એક વાર મહાવીર સ્વામીના જન્મ મહોત્સવ પ્રસંગે નીકળનાર વરઘોડા માટે પરવાનગી લેવાનું નગરશેઠ ખુશાલચંદને તે વખતના સૂબા અખત્યારખાંએ કહેવરાવ્યું. ખુશાલચંદે ‘પરવાનો લેવાની જરૂર નથી' કહીને ના પાડી. સૂબાએ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy