SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરા અને પ્રગતિ તેના વહીવટમાં દખલ ન કરવાની તેમની નીતિ હતી, દોશી અને હસમુખ પટેલે કસ્તૂરભાઈનો એવો વિશ્વાસ સંપાદિત કરેલો કે સંસ્થા પર સંપૂર્ણ રીતે તેમનો જ કાબૂ હોય એવી છાપ ઊભી થતી. કસ્તૂરભાઈને દોશીમાં વિરલ નિષ્ઠા દેખાય અને દોશીને કસ્તૂરભાઈમાં આપસૂઝવાળા સ્થપતિ દેખાય. પ્રો, કાને કસ્તૂરભાઈની કળાનિપુણતા પર વારી જઈને તેમને ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટ્સ દ્વારા ડૉકટરેટ આપવાનું સૂચન કર્યું હતું.૧ ૧૫૦ સ્કૂલ ઑફ અર્બન સ્ટડીઝ ઍન્ડ પ્લાનિંગની સ્થાપના ૧૯૭૨માં થઈ હતી. આ નવીન અભ્યાસક્રમવાળી સંસ્થાને રાજ્ય ને કેન્દ્ર સરકાર ઉપરાંત અમદાવાદ એજ્યુકેશન સોસાયટી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. સોસાયટીએ તેની પાછળ રૂપિયા ચાર લાખથી વધુ રકમ ખર્ચી છે, તેને કેન્દ્ર સરકાર તથા ફ્રૉર્ડ ફાઉન્ડેશન તરફથી પુસ્તકો અને મકાન માટેના અનાવર્તક ખર્ચ માટે પણ આર્થિક સહાય મળેલી છે. આ સંસ્થાનું કાર્યક્ષેત્ર માનવ વસાહતો છે. સામાજિક અને આર્થિક વિકાસ સાથે તેને વિશેષ નિસ્બત છે. આખા દેશમાંથી વીસેક વિદ્યાર્થીઓને દર વર્ષે તેમાં પ્રવેશ મળે છે. અનુસ્નાતક અથવા વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા આ તાલીમાર્થીઓને માસિક અઢીસો રૂપિયાનું નિર્વાહભથ્થું મળે છે. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, આઈ.આઈ.એમ., નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑકયુપેશનલ હેલ્થ અને ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના સમાજશાસ્ત્ર વિભાગના સહકારમાં આ સ્કૂલનો મોટા ભાગનો કાર્યક્રમ ચાલે છે.૩૨ કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી બીજી એક સંસ્થા યુનિવર્સિટી કૅમ્પસ પર છેલ્લા બે-અઢી દાયકાથી ઊભી છે તે આગબોટ ઘાટના અનોખા સ્થાપત્યથી જુદું તરી આવતું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૫માં તેની સ્થાપના થયેલી. તેનું વિશાળ ઉદ્યાન ધરાવતું રૂપકડું મકાન ૧૯૬૩માં બંધાયેલું અને તેનું ઉદ્ઘાટન પણ જવાહરલાલે કર્યું હતું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રતો અને ૭,૦૦૦ પુસ્તકોની અત્યંત મૂલ્યવાન ભેટ આપેલી. આજે સંસ્થા પાસે ૪૫,૦૦૦ જેટલી હસ્તપ્રતો એકત્ર થયેલી છે. સંસ્કૃત, પાલિ, જૂની ગુજરાતી અને જૂની Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy