SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૪૯ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ “સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલૉજીની સ્થાપના કરી હતી. તેના અંગરૂપે સૌપ્રથમ ૧૯૬રમાં ‘સ્કૂલ ઑફ આર્કિટેકચર’ શરૂ કરવામાં આવી. તેના કેમ્પસ માટે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ પાંચ એકર જમીન દાનરૂપે આપી. પછી ક્રમે ક્રમે તેમાં સ્કૂલ ઓફ પ્લાનિંગ, સ્કૂલ ફૉર એવાન્ડ સ્ટડી ઈન સ્ટ્રકચરલ એન્જિનિયરિંગ, વિઝયુઅલ આર્ટ સેન્ટરની સુવિધાવાળી સ્કૂલ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન અને સ્કૂલ ઓફ બિલ્ડિંગ સાયન્સ એન્ડ ટેકનોલૉજીનો ઉમેરો થતો ગયો.૨૮ સ્કૂલ ઓફ આર્કિટેક્ટરે એશિયાભરમાં એ વિષયની ઉત્તમ સંસ્થા તરીકે ખ્યાતિ મેળવી છે. તેમાં છ વર્ષનો પૂરા સમયનો ડિપ્લોમા અભ્યાસક્રમ શિખવાડાયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે તેને સ્નાતકની સમકક્ષ ગણીને માન્યતા આપેલી છે. ભારત તેમ જ પરદેશની યુનિવર્સિટીઓએ પણ તેને માન્યતા આપેલી છે. દોશી અને તેમના સાથીઓએ તેના સંતુલિત અભ્યાસક્રમનું સુંદર આયોજન કરેલું છે. વર્કશોપ્સના સેમેસ્ટર માટે બહોળી પસંદગીને અવકાશ રહે તે રીતે તેમણે વિષયોનું વૈવિધ્ય રાખેલું છે. વ્યક્તિગત રસના ખાસ વિષયોના શિક્ષણનો પણ તેમાં પ્રબંધ છે. જરૂરી પ્રયોગશાળાઓ, વર્કશોપ અને ઉત્તમ ગ્રંથાલય સહિત તમામ ભૌતિક સુવિધાઓ સ્કૂલમાં ઉપલબ્ધ છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ તેના નિભાવમાં આજ દિન સુધીમાં ૧૧,૬૪,૦૦૦ રૂપિયાની ખોટ ભરપાઈ કરેલી છે. સ્કૂલ ઑફ આર્કિટેકચરના વાર્ષિક નિભાવખર્ચના પચાસ ટકા અને સ્કૂલ ઓફ પ્લાનિંગના વાર્ષિક નિભાવખર્ચના પચીસ ટકા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ ૧૯૭૬ સુધી ભોગવેલ છે. તે પછી સરકારે બંને સંસ્થાઓને નેવું ટકા ગ્રાન્ટ આપવાનું સ્વીકારેલ છે. ફૉર્ડ ફાઉન્ડેશન જેવી વિદેશી સંસ્થાઓ તરફથી પણ બંને સંસ્થાઓને આર્થિક સહાય મળે છે. સ્કૂલ ઓફ આર્કિટેક્ટરને ફૉર્ડ ફાઉન્ડેશને આશરે બે લાખ ડૉલરનું દાન આપેલું છે. શ્રી દોશીની પરદેશમાં જામેલી પ્રતિષ્ઠાને કારણે આ પ્રકારની આર્થિક સહાય મેળવવામાં સંસ્થાને સરળતા રહી છે.૩૦ ઉપર ઉલ્લેખેલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજીના અધ્યક્ષ હોવા છતાં કસ્તુરભાઈ તે સેન્ટરની વિવિધ સંસ્થાઓના રોજ-બ-રોજના કામકાજમાં માથું મારતા નહીં. એક વાર કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો પછી Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy