SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જ્ઞાની પુરુષ (ભાગ-૧) પ્રશ્નકર્તા : હા, બીજા રસ્તા જેની પાસે ન હોય, એને માટે તો આ એક એસ્કેપ (છટકબારી) સારો ને ! દાદાશ્રી : ના, તેય વાંધો નહીં. પણ ત્યાં દેખાદેખી કરે છે તે વાંધો છે મારે. રાજાની જેમ ફટાકડા ફોડતા જોતા, જાતે ફોડતા નહીં પ્રશ્નકર્તા: પછી ફટાકડાનું પણ હતું ને એવું, તમે ફટાકડા ફોડતા ન હતા ને ? દાદાશ્રી : હા, હું તો નાનો હતો ત્યારે દારૂખાનું પણ મેં નહીં ફોડેલું. આ રાજા છે તે દારૂખાનું ફોડે છે ? એ દારૂખાનું ફોડનાર મજૂરો ફોડે અને રાજા જુએ. કોઈ રાજાએ ફોડેલું નહીં. બધા રાજા ખુરશીમાં બેસીને જોયા કરે, નોકરો ફોડે પછી. તને ન્યાય શું લાગે છે ? તું રાજા હોઉં તો તું જાતે ફોડું કે જોઉં? પ્રશ્નકર્તા : રાજા હોઉં તો જોઉં ને ! દાદાશ્રી : અરે, તારામાં ને રાજાઓમાં શું ફેર છે ? આ અહીંના ગાયકવાડ (રાજાને) જુઓ તો એ જ વેષ છે. શું ફેર છે ? એમની પાસે નથી ગામ, તે તારી પાસેય નથી ગામ. હવે રાજા જ છે ને બધા ! ત્યારે તું શરીરે રૈયત છે? વડોદરામાં ચોમેર દારૂખાનું ફોડનાર છે, તે તમે ખુરશી નાખીને બેસી ને જુઓ ને! મને તાળો કરવાની ટેવ ને, એટલે આ ફટાકડામાં, પતંગમાં શું લાભ છે એ હું જોઈ લઉં. ફક્ત પતંગ ઉડાડવા જવું એ એક જાતની કસરત છે. બાકી, આપણે લાભ સાથે કામ રાખવું, આવી જરૂર નહીં. એય બેભાનપણે છાપરા પર ફર્યા કરે. તે એક જણ તો આખું પતરું લઈને નીચે આવ્યો (નીચે પડ્યો) ! ખેલેલા નિર્દોષ હોળીની રમત, ભાભી સંગે પ્રશ્નકર્તા : તમે હોળી રમેલા ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy