SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૪] રમતગમત ૩૧ કોઈ દી પતંગ-દોરો તમે લાવ્યા ?” ત્યારે મેં કહ્યું, “મારી પાસે પૈસા છે, તારે જોઈતા હોય તો લાવી આપું. આ ઊંચું જોવાનું, દુમકા મારવાનું તે મારું કામ નહીં.” એટલે હું મારી જિંદગીમાં કોઈ દહાડો પતંગ વેચાતી લાવ્યો નથી. આ લોકો દોરા કરે, તે હાથે પેલા ઘરડા પડે ને કહે, “જો મારા હાથ કેવા થઈ ગયા છે !” “તો શું કરું ? તમે ઉડાડો છો ને હું જોઉં છું.” કિંમત જોવાની છે ! ઉડાડનાર તો મૂરખ માણસો હોય તે ઉડાડે. તે એને સમજણ નહીં હોવાથી આવું બધું ચાલ્યા કરે છે. પ્રશ્નકર્તા: એ ના સમજાયું, કિંમત જોવાની છે એ કેવી રીતે? દાદાશ્રી : આ પતંગ જોઈએ ને, એટલે સૂર્યનારાયણેય આપણી આંખમાં થોડા થોડા દેખાય. એટલે બહુ ઉત્તમ ફળ આપે એવું છે, આ મકરસક્રાંતિના ટાઈમમાં. તે આ સૂર્યને જોવા માટેનું જ છે, આ પતંગ ઉડાડવા માટે નથી. ઉડાડવી હોય તો ગમે તેમ બાંધી દો અને શક્તિ હોય તો ચઢ્યા કરે એની મેળે, દોરી ઉકલ્યા કરે. તેને આપણા લોકો બેભાનપણે ઉડાડવા જાય બિચારા ! ભાન જ નહીં ને કશું ! ચાલ્યા તાતપણથી લોકપ્રવાહ વિરુદ્ધ હું તો નાનપણથી જ કહેતો હતો, “કઈ જાતના આ માણસો, આ છોકરાં ?” પતંગ ઊડાડવી એટલે શું? લોકોને દેખીને એનું સરવૈયું કાઢે કે મને આમાં સુખ પડ્યું. લોકો દેખાડે એના પરથી પોતે સુખ માની લીધું. આ તો લોકપ્રવાહ, એમાં સાયકોલોજિકલ ઈફેક્ટ, કેવો ઊડ્યો... કેવો ઊડ્યો. કેવો ઊડ્યો. કેવો ઊડ્યો ! અલ્યા મૂઆ, તારું શું આમાં ? બે-ચાર આનાની જલેબી લઈને ખાધી હોત તો સારું કહેવાય પેટમાં તો ગયું, આ તો અમથા હવામાં ઊડે છે ! પ્રશ્નકર્તા : પણ દાદા, એક દિવસ માટે બીજી બધી અકળામણો તો ભૂલી જાય ને ! દાદાશ્રી : હા, પણ અકળામણ ભૂલવાના બીજા રસ્તા હોય ને!
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy