SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] કુટુંબનો પરિચય ૧૧ ઘર ! સાલા જ નહીં. આના ફોઈ જન્મ્યા તે દહાડે અમારા વડીલ કહે, મરી ગયા, આ ઘરમાં હવે છોડી થઈ. સાલા-બાલા કોઈના થયેલા નહીં એવા આ લોક ! પછી પૂંછડી સીધી રહે છે ? વાંકી ટેડ. સાળા તરીકે અપમાન થતા ચિતર્યું, તે જોઈએ “બેન' મનેય નાનપણથી નહોતું ગમતું સાળા થવાનું. કોઈ એમ કહે કે અમારા સાળા આવ્યા, એ મરવા જેવું લાગે. સાળા ? આને ઘેમરાજી કહેવાય. લોકોએ કાંઈ ઓછું પદ આપ્યું છે એમને ? લોકોએ નથી આપ્યું, આ તો પોતે માની લીધેલું પદ. એટલે આ ચક્કર ગમે જ નહીં, બિલકુલ પસંદ નહીં. મને તો કોઈ અવતારમાં કોઈએ સાળા કહ્યું હશે, તેને લઈને તો મેં મોક્ષે જવાનું નક્કી કરી નાખ્યું હશે. સાળા કહી જાય! સાલા આવ્યા ! કોઈ અવતારમાં સાળા તરીકેનું અમારું અપમાન થયેલું હશે. તે કેટલાય અવતારોથી બેન નહીં થયેલી. સાળો કહ્યું કે અપમાન લાગ્યું ! આજે અમારી સાત પેઢીથી કોઈને બેન નથી. આ ભવમાં બેન જોઈતી નથી એ પૂર્વભવની ચીડ, આ ગયા અવતારનું ! પ્રશ્નકર્તા : એટલે જ આપનો જન્મ ત્યાં થયો છે એમ ? દાદાશ્રી : એ તો ગમે તે, પણ થયું કંઈ, કંઈ બન્યું ખરું ને ! પ્રશ્નકર્તા: ગયા અવતારનું હોય ત્યારે જ થાય ને? દાદાશ્રી તેથી બેન નથી ને, તે એય અજાયબી છે ને ! પ્રશ્નકર્તા : ભાઈઓ હોય ? દાદાશ્રી : હા, લંગર બંધ. સમજાયો ખોટો અહંકાર, ખુલ્લી કરી નબળાઈ પ્રશ્નકર્તા : શું પાપ છે સાળા થવામાં, દાદા ? દાદાશ્રી : પાપ નહીં. આ તો ખોટો અહંકાર એક જાતનો. પોતાને
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy