SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) ભેગા થાય. એમ માનોને કે આ ભાઈ છે, હવે એ છે તે બધા બહારથી આવતા હોય, તે કહે છે, “ભઈ, અત્યારે રાત્રે બે વાગ્યા છે, હવે દાદાને ત્યાં અત્યારે ના જવાય.” પણ આ શું કહે કે “ભઈ, મારે તો દાદા મારા ગામના છે, હું જઈશ.' તે એમને અધિકાર ખરો ને એટલો ! એવું લાભ મળે. એટલે નજીકનાને આ લાભ મળે. પરમાણુ એની પાસે હોય ને, તે એ બધાને. એનો જો લાભ એ પૂરો કરી લે તો, સાંધો કરી લે તો એના બાપનું, નહીં તો સાંધો ના હોય તો એ ઊડી જાય પછી લાભ આપીને. કુટુંબમાં જન્મવાથી નહીં પણ આજ્ઞા પાળે મોક્ષ એ તો અમારો એક ભત્રીજો કહેતો હતો. મને કહે, “દાદા, હવે અમે મોક્ષે જ જવાના ને ?” મેં કહ્યું, ‘ના, એવું નહીં. તમે પુરુષાર્થ કરશો તો થશે. કંઈ દાદાની પાસે જ્ઞાન લીધું ને દાદાના કુળમાં જન્મેલા, માટે એ બની શકે, એવું નહીં. તમારી ઉપર કૃપા વધારે રહે. કૃપા શાથી વધારે રહે ? કારણ કે બ્લડ રિલેશન. જલદી ઉકેલ આવે. પણ તેનો અર્થ અવળો ના કરાય. પોતાને આજ્ઞા તો પાળવી જ પડશે. આજ્ઞા પાળ્યા વગર કોઈ માણસ મોક્ષે જાય એવું બને નહીં.” સાત પેઢીથી ન ગમે કોઈને ‘સાળો' થવાતું પ્રશ્નકર્તા : દાદાને કોઈ બહેન નથી ? દાદાશ્રી : બહેનેય નહીં, ફોઈએય નથી. બાપાને ફોઈ નહીં, દાદાને ફોઈ નહીં, એના દાદાનેય ફોઈ નહીં. સાત પેઢીથી છોડી જ નહીં. મેં આની પાછળ નાનપણમાં તપાસ કરેલી. આનું શું કારણ છે ? તે બે પેઢી જોઈ નાખી. તે બધી પેઢીઓને સાળા થવાનું ગમે નહીં, કોઈને સાળા થવાનું ગમે નહીં. બનેવી થવાનું ગમે પણ સાળા થવાનું ન ગમે. મેં કહ્યું, કહેવું પડે આ તો ! પણ આ તો અમારી પેઢીમાં પટેલોને ત્યાં જોયું. મારી સાત પેઢીથી સાલો (સાળો) કોઈ થયેલો નહીં, એવા ફેમિલીનો માણસ છું. બાપદાદાયે એવું કહે, “એય સાલા થવાની વાત નહીં જોઈએ.” એટલે કુદરતી રીતે જ સાળો થયો નથી. એ તુમાખીવાળું
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy