SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦.૭] યમરાજના ભય સામે શોધખોળ ૩૮૭ દાદાશ્રી : અરે, આવું તોફાન ઊભું કરનાર નહીં જડે પણ જમરો તો છે ને ? જમરો કાંઈ નાસી ગયો છે ? આખી દુનિયાના ભૂતા કાઢવા આવ્યો છું આ સમજાય છે ને ? વગરકામના ભૂતા એટલા બધા ઘાલી દીધા છે ! તે ખોટું ઘાલી દીધું છે તમને. પ્રશ્નકર્તા : ખોટું જ. દાદાશ્રી : એટલે પછી મેં જમરાને ડિસમિસ કરાવડાવ્યા. આ બધા ખોટા ત્રાસથી બધાને મેં કાઢી નાખ્યા આ વિજ્ઞાનથી. હું ભૂતા કાઢવા માટે આવ્યો છું આખી દુનિયાના. તે મેં કાઢવા માંડ્યા. પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : તેમાં પેલા જૂના જે ગાદીઓવાળા છે ને, તેને બહુ વિરોધ થયા કરે કે આ દાદા આપણું બધું ગાદીપણું તોડી નખાવે છે, આવક બધી. કારણ, લોકોના વિચારો ફરી જાય ને, લોકો સ્વતંત્ર થઈ જાય ને ! લોકો ગૂંચાયેલા હોય ને, ત્યાં સુધી એમને પૈસા આવ્યા કરે. અને ગૂંચવણ હોય નહીં તો પછી કોણ જાય ત્યાં ? એક-એક શબ્દ અપૂર્વ, તેથી જ છુટકારો થાય પ્રશ્નકર્તા બરાબર છે, એક નવો વિચાર મળ્યો. દાદાશ્રી : અમારો એકેએક શબ્દ નવો, અપૂર્વ હોય. પૂર્વે ક્યારેય પણ સાંભળેલું ના હોય, વાંચ્યું ના હોય, જાણ્યું ના હોય એવું અને તો જ છુટકારો થાય, નિવેડો આવે. નહીં તો આ ગૂંચવાડામાંથી ક્યારે પાર આવે? જ્યાં આગળ લોકો એમ જ કહે છે, “એય કૂતરું રડ્યું, જમરાજ આવ્યા !' આનો મેળ પડે ખરો ? ક્યા કાયદાથી બોલતા હશે આ કૂતરું રડ્યું એટલે જમરા આવ્યા ? એટલે આ બધાનો હું ફોડ પાડવા આવ્યો છું. હવે આ બધું ડિમોલિશન (નિકંદન) કરો. આ નિયમરાજ બરોબર સમજાઈ ગયું તમને ? આ બધું
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy