SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] અણસમજણની ભૂલો દાદાશ્રી : મને જરા વધારે સમજણ પડે આવી. પણ ખોટું કહેવાય ને આ તો. અત્યારે તો આંખો છે પણ કોઈની આંખો ના હોય, તો કેવી દશા થાય ? છોંતેર વર્ષે પગ ચાલતા ના હોય, બીજું ના ચાલતું હોય, કાકાને ઝાલવા પડતા હોય. એક કાકા તો બે આંખે આંધળા હતા ને, ત્યાંય કુરકુરિયાં મેલેલા. ખોટું દેખાય ને ! આવું ગાંડપણ બહુ હતું. અમારી નાનપણની જિંદગી જોઈએ તો બહુ ખરાબ લાગે છે. એ ડોસાની કેવી દશા થાય ? 62 થૈડપણ એટલે આ તો જૂનું મંદિર, એમની શી દશા થતી હશે એ નવા મંદિરવાળાને (જવાનીયાઓને) શું ખબર પડે ? પૈડાં લોકો આમ ચાલે ને, ત્યારે આમ ચાલીને, તેમની પાછળ મશ્કરીઓ કરી પણ ખબર નહોતી કે જૂના મંદિર થાય ત્યારે શી દશા થાય ? મશ્કરી કંઈથી શીખે છે ? આ આપણા ગુરુઓથી (આજુબાજુવાળા લોકોથી), જે સંજોગો બધા ભેગા થાય એ આપણા ગુરુઓ. એ જેવું કરે એટલું આપણે કરીએ. એ બધા છે તે માજીને પગે હાથ અડાડે ને આમ આમ ગલીપચી કરે તો આપણેય એવું કરીએ. એ બધા મશ્કરી કરે તો આપણેય મશ્કરી કરીએ. વધારે બુદ્ધિતો દુરુપયોગ, મશ્કરીઓ કરવામાં આપણી બુદ્ધિ વધારે હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈનીય ના થાય. પ્રશ્નકર્તા : પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ તો શો વાંધો? દાદાશ્રી : પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને ! બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy