SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) મને મશ્કરીની બહુ ટેવ હતી. તમે નાનપણમાં મશ્કરીઓ કોઈની નહીં કરેલી ? મેં તો બહુ કરેલી, બળી. મને તો અત્યારે એ બધું આમ નકશાની પેઠ દેખાય. નકશામાં જેમ ન્યૂયોર્ક દેખાય, શિકાગો દેખાય એવું દેખાય આમ. એટલે મનમાં એમ થાય કે અરેરે, કેવા કેવા દોષો ! મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! સામાને દુ:ખ થાય ને, બિચારાને, પણ હવે આપણને તે ઘડીએ ખબર જ નહીં ને, ભાન જ નહીં ને ! તે અમે હઉ ના મંદિરવાળાની (ઘેડિયાઓની) મશ્કરી કરતા હતા. અમે જ પૈડાં ડોસાઓની મશ્કરી કરતા હતા. ત્યારે શું અત્યારે હું ડોસો નથી ? મારી ના કરે ? અને એને અવળું લાગ્યું એટલે મશ્કરી તો કરે જ ને, છોકરાંને શું? હવે મારી ઉંમરનાની આંખો તો બિચારાને ઢીલી થઈ ગયેલી હોય. હવે મારી રૂમમાં છે તે બે-ચાર કુરકુરિયાં ઘાલી જાય લોકો અને તો મારી શી દશા થાય ? એવું અમે પહેલાં પૈડા ડોસા હોયને, ત્યાં કુરકુરિયાં ઘાલી આવતા'તા. હવે મને વિચાર આવે છે કે આ કેવું કર્યું આપણે ? કોઈ આપણી પાછળ કરે તો શું થાય ? પછી પેલા ડોસા આખી રાત બૂમાબૂમ કરે કે મૂઆ છોકરાં, મરીએ ન ગયા, આ કુરકુરિયાં મારે ત્યાં ઘાલ્યા. પણ આ બધું ખોટું કર્યું હવે સમજાય છે, તે દહાડે શું ભૂલ કરી ! નાની ઉંમર, છ-સાત વર્ષના હોય ત્યારે શું ના કરે છોકરાંઓ ? શીખ્યા ખોટા ગુરુઓથી મશ્કરી પ્રશ્નકર્તા : દાદા, તમે નાના હતા ત્યારથી ગરબડિયા જ હતા ? દાદાશ્રી : બધાય ગરબડિયા, હું એકલો નહોતો. પ્રશ્નકર્તા : તમે બધામાં ટોચ ઉપર લાગો છો, જેમ જ્ઞાનમાં ટોચ ઉપર આવ્યા એમ.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy