SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર. જ્ઞાની પુરુષ (ભાગ-૧) પણ તે દહાડે આલ્પાકા પહેરવાના મળતા'તા. કારણ કે પૈસા સસ્તા ને બધી વસ્તુ સારી મળતી. પાઘડીનો એક આંટો ખોલ્યો ત્યાં સરકાર ધ્રુજી ગઈ આ એક આંટો ખોલ્યો છે” એવું ૧૯૨૧માં ગાંધીજી બોલ્યા એ. તે પાઘડીનો એક આંટો ખોલ્યો ત્યારે ગવર્મેન્ટ ધ્રુજી છે, બીજો આંટો ખોલીશ ત્યારે શું થશે ? એ તો મેં ખોળી કાઢ્યું કે આ આંટાવાળા માણસ. કાઠિયાવાડીના આંટા એટલે શું એ ગવર્મેન્ટ સમજી શકે નહીં, પણ હું તો ગુજરાતી તે સમજી ગયો. જુદી જાતની શોધખોળ અમારી ૧૯૨૨ના જન્મેલા એ લેંઘાવાળા અને ૧૯૨૧ સુધી જન્મેલા ધોતિયાવાળા, આ બે ભાગ પડી ગયા તે દહાડે. આ મારી શોધખોળ જુદી જાતની. પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : ગાંધીજીએ હોળી કરાવી હતી ત્યાં આગળ, માંચેસ્ટરના માલની, પરદેશી માલની. અમે બધાએ હોળી કરેલી. પ્રશ્નકર્તા તે વિઠ્ઠલભાઈએ ના પાડી'તી. વિઠ્ઠલભાઈ કહે કે નવું ના લેશો પણ હોળી ના કરશો. દાદાશ્રી : એવું છે ને, એમાં કોઈ લોકો એ બાળી મેલે એવા નહોતા. આ તો શ્રીમંતોએ થોડી ઘણી ટોપીઓ ને એ બધું નાખેલું નહીં. લોકોએ કંઈ કાચી માયા છે ? પણ બીજું શું થયું કે આ જે સળગ્યું ને, તેનાથી લોકોને અસર થઈ ગઈ કે આ માલ સંઘરવા જેવો નથી. એટલી તો સમજણ પડી ગઈ. પ્રશ્નકર્તા : હા, પડઘા પડી ગયા. ગાંધીજીએ દેખાડ્યું તે ફેરવી પ્રજાને દાદાશ્રી : એટલે એમણે સળગાવડાવ્યું એ સારું કર્યું. વિઠ્ઠલભાઈએ ના કહ્યું પણ છેવટે સળગાવ્યું ને સારું કામ કર્યું. વિઠ્ઠલભાઈ ગણતરી
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy