SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] એ જમાનામાં કરી મોજમજા બોલ્યા'તા તે સાંભળવા ગયેલો. ત્યાં ગાંધીજીની બે બાજુ સિંહ જેવા બે આમ બેસાડી રાખતા હતા, પેલા મિયાંભાઈ... પ્રશ્નકર્તા : મહંમદઅલી ને શૌકતઅલી. દાદાશ્રી : મને તો સમજણ પડતી નથી કે એમણે આ બે સિંહને શી રીતે નાથ્યા હશે ? આ બીક લાગે એવા. ૯૧ આ વણિકભાઈ મોઢ, સિંહને આમ દેખે તો પ્રશ્નકર્તા : હા, દાઢી-બાઢી હતી. દાદાશ્રી : અરે, શરીરે મજબૂત બાંધાના ! પ્રશ્નકર્તા : હા, અને ત્યારે ગાંધીજી કાઠિયાવાડી પાઘડી પહેરતા હતા. દાદાશ્રી : પાઘડી પહેરતા હતા તે દહાડે, ટોપી-બોપી નહીં. ગાંધીજી બોલ્યા, ‘હજુ તો આ પહેલો આંટો છોડ્યો છે ત્યારથી ગવર્મેન્ટને ગભરામણ પેસી ગઈ છે. હજુ બીજો આંટો છોડવાનો બાકી છે.’ હું વિચારમાં પડ્યો. કહેવું પડે, આ કાઠિયાવાડીના આંટા ! અને આંટા એટલા રાંટા. વિદેશી કપડાંના બોયકોટમાં તદ્દન સુંદર કપડાં બહુ બાળી મેલ્યા હતા. પ્રશ્નકર્તા : હોળી જ કરતા હતા ને ! દાદાશ્રી : નર્યા આલ્પાકાના કોટ તે ચળક ચળક થાય ! પ્રશ્નકર્તા ઃ ત્યારે લોંગ કોટ પહેરતા ને માણસો બધા. દાદાશ્રી : તે દહાડે ધોતિયાય ફોરેનથી જ આવતા હતા ને અહીં ? પ્રશ્નકર્તા : હા, દાદા, માંચેસ્ટરના ધોતિયા. દાદાશ્રી : હા, માંચેસ્ટરના ધોતિયા. આપણે ત્યાં તો ધોતિયા ત્યાંના પહેરવા પડતા. અમે જ માંચેસ્ટરના ધોતિયા પહેરતા’તા ને ! આ ખમીસેય માંચેસ્ટરનું. અને ટોપી બેંગ્લોરથી આવતી. બેંગ્લોરની ટોપી આવડી મોટી, મિયાંભાઈ પહેરે એવી. આજ આલ્પાકો દેખાતોય નથી,
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy