SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ : બુદ્ધિ જ્ઞાન અને અસહ કર્મ-રત્ન દષ્ટાંત (૩૭૯) અર્થ-ઈદ્રિય અર્થને આશ્રય કરે તે “બુદ્ધિ' છે, આગમપૂર્વક (કૃતપૂર્વક) હોય તે “જ્ઞાન” છે, અને સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન તે “અસંમોહ” કહેવાય છે. વિવેચન તેમાં (૧) જે બુદ્ધિ છે તે ઇંદ્રિય અર્થને આશ્રય કરનારી છે. ઇંદ્રિયદ્વારા જણને પદાર્થ તે બુદ્ધિને વિષય છે ઇંદ્રિય થકી જે જાણપણું થાય છે, તે બુદ્ધિરૂપ બાધ છે. જેમકે-કેઈ તીર્થયાત્રાળુને દેખીને તીર્થગમનની બુદ્ધિ ઉપજે, તે બુદ્ધિજન્ય બોધ છે. આમાં તીથના સ્વરૂપની ગતાગમ નથી, માત્ર અન્યને તીર્થે જતે દેખી, ત્યાં તીર્થે જઈએ તે કેવું સારું? એવી પિતાને બુદ્ધિ ઉપજે છે. (૨) જ્ઞાન જે છે તે આગમપૂર્વક છે. શાસ્ત્ર અથવા મૃતદ્વારા જે બેધ ઉપજે છે, જે જાણપણું થાય છે, જે સમજણ આવે છે, તે જ્ઞાનરૂ૫ બોધ છે. જેમકે–તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન આગમ દ્વારા થાય છે. તીર્થ એટલે શું ? તીર્થ સ્વરૂપ શું ? તીર્થયાત્રા કેમ કરવી? એ વગેરે વિધિ બાબત શાસ્ત્રથકી જણાય છે. ભવસાગરથી તારે તે તીર્થ. તેના વળી દ્રવ્યતીર્થ, ક્ષેત્રતીર્થ, કાળતીર્થ ને ભાવતીર્થ એવા ભેદ છે. તે પ્રત્યે કેવા વિનય, વિવેક, ભક્તિ, આદર, બહુમાન આદિ દાખવવા જોઈએ, એ બધી વિધિ શાસ્ત્ર વિસ્તારથી બતાવે છે. (૩) અને સદનુષ્ઠાનવાળું આ જે જ્ઞાન તે અસમેહ અથવા “બેધરાજ' કહેવાય છે. આગમ દ્વારા જે જાણ્યુંસમજાયું તે જ્ઞાન થયું. તદનુસાર તે જ્ઞાનસહિતપણે તથારૂપ સત્ પ્રવૃત્તિ-આચરણ કરવું તે, બંધમાં શિરોમણિ, બોધરાજ, એ અસંમેહરૂપ બંધ છે. આમ બુદ્ધિમાં ઈદ્રિયદ્વારા રક જાણપણું છે, જ્ઞાનમાં શાસ્ત્રથકી જાણપણું છે, અને અસંમેહમાં જ્ઞાન સહિત સઆચરણપણું છે. અને તેથી કરીને તેના ફલમાં પણ ભેદપણું છે. ઇઢિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન તે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તિણે ફલભેદ સંકેત મન.”—શ્રી યે દ. સ. ૪–૧૬. એમ એઓનું લક્ષણ વ્યવસ્થિત સતે, લેકસિદ્ધ ઉદાહરણ કહે છે— रत्नोपलम्भतज्ज्ञानतत्प्रायादि यथाक्रमम् । इहोदाहरणं साधु ज्ञेयं बुद्धयादिसिद्धये ॥ १२२ ॥ વૃત્તિ:- સ્નેપસ્ટમ-રત્નનું સામાન્યથી જાણપણ તે ઈદ્રિય અર્થના આશ્રમવાળી બુદ્ધિ છે, તડજ્ઞાન- આગમપૂર્વક તે રત્નનું તે જ્ઞાન રત્નજ્ઞાન છે. તબEયાદ્ધિ-તેની પ્રાપ્તિ આદિ તે અસંમેહ છે–એના બોધગર્ભપણાને લીધે, યથામH-આમ યથાક્રમે, ઉક્ત અનુક્રમે, અહીં, બુદ્ધિ વિષયમાં, -ઉદાહરણ, સાધુ-સાધુ છે, (સમ્યફ છે ),-ઈષ્ટ અર્થને સાધકપણાને લીધે. એટલા માટે જ કહ્યું–શૈકં યુદ્ધવાલિસિદ્ધયે-બુદ્ધિ, જ્ઞાન, ને અસંમેહની સિદ્ધિ અર્થે જાણવું.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy