SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫૦) યોગદષ્ટિસમુચ્ચય મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુ આત્માર્થીઓ! અહિ ગમાર્ગના જિજ્ઞાસુ મહારા સાધર્મિક આત્મબંધુઓ ! તમે આ શાસ્ત્રનું શ્રવણ કરે ! આ સાક્ષાત્ પરમ ગામૃતનું પાન કરી પરમાનંદની પ્રાપ્તિ કરે!-ઇત્યાદિ પ્રકારે આ મુમુક્ષુ યોગ્ય જનને પ્રાર્થના કરવાની રહેતી નથી; કારણ કે શુશ્રષાભાવને લીધે-સાચી અંતરંગ શ્રવણેચ્છાને લીધે તે સજનેની સતશાસ્ત્રશ્રવણમાં સ્વતઃ પ્રવૃત્તિ છે જ. એટલે તેમને શ્રવણ માટે પ્રેરણા કરવાને કે વિજ્ઞપ્તિરૂપ પ્રાર્થના કરવાને અવકાશ છે જ ક્યાં? તેઓને તે સાચી શુશ્રષા-સત શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા એટલી બધી ઉત્કટ હોય છે, કે તેઓ વગર કલ્યાણ કહે જ પોતાની મેળે તેમાં પ્રવૃત્ત છે જ; કારણ કે જે કલ્યાણસ સ ને છે, જે જી કલ્યાણ અવશ્ય પામવાના જ છે, એવા મહાપુણ્યવંત રત્નમાં યત્ન જનેનો ચિંતામણિ આદિ મહારત્નના વિષયમાં યત્ન સ્થિત જ છે રહેલો જ છે, સ્થાપવાનો નથી. કારણ કે તથા પ્રકારે તેમને ઔચિત્ય યેગ હોય છે, તેઓને તેમ કરવું ઉચિત છે, એટલે તેઓ તે પ્રકારે આપમેળે અવશ્ય કરે જ છે. પક્ષપાત આદિ થકી પણ જન્માન્તરમાં તેવા શુશ્રુષાદિ ભાવની પ્રાપ્ત હોય છે, એમ શાસ્ત્રમાં શ્રત થાય છે. તે મહાનુભાને સતશ્રવણના તાવિક પક્ષપાત થકી જન્માક્તરમાં પણ તથા પ્રકારે શુશ્રુષાદિ ભાવની અવશ્ય પ્રાપ્તિ હેય જ છે. એટલે આવા તાત્ત્વિક પક્ષપાતવાળા યોગ્ય ગિજને જે સદા શુશ્રુષાભાવવાળા, સાચી શ્રવણેચ્છાવાળા તત્વરસિક હેઈ સ્વરસથી જ શ્રવણમાં પ્રવૃત્ત છે, તેને, “આ શ્રવણ કરે! આ સાંભળો !” એવી પ્રાર્થના કર્યાથી શું? અયોગ્યને દાનદષના પરિહારથે કહે છે– नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥ २२६ ॥ અગ્યને તે ગવિ૬, દીએ ન એહ છતાંય; હરિભદ્ર સાદર કહે, એને દેય ન આ ય, ૨૨૬ અર્થ–પરંતુ આના જાણકાર (આચા) અ ને આ ગ્રંથ દેતા નથી, તથાપિ હરિભદ્રે આ આદરથી કહ્યું છે કે-આ એઓને દેવા ગ્ય નથી. કૃત્તિ-નૈતિઃ -નથી આના જાણનારા આચાર્યો, અયોગ્યે- અને, અયોગ્ય એવા બીજાઓને, રિ-દેતા, આપતા, ઇનં-આ ગટિસમુચય નામને ગ્રંથ, તથાપિ તતથાપિ, એમ પણ વ્યવસ્થિત સતે, રિમો-હરિભદ્રે, ગ્રંથકર્તાએ, હું કાદુ-આ કહ્યું છે. શું? તે કે –ન એએને—અયોગ્યને, રેવડ-દેવા ગ્ય આ યોગદષ્ટિસમુચ્ચય, બાવરાન-આદર થકી, આદરથી આ કહ્યું છે,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy