SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : સત પુરુષના યુગ વિનાની વંચક ક્રિયા (૭૩૯) આત્મવંચના કરતું હતું, પોતે પિતાને વંચતું હતું, ઠગતે હત; તેથી પણ આ બધી ક્રિયા વંચક, છેતરનારી, ઠગ હતી. કારણ કે આ ક્રિયાના ઓઠા હેઠળ તે પોતે પિતાને “ધર્મિષ્ઠ” માની, વંચક ક્રિયાનું અભિમાન રાખી, પિતાના આત્માને છેતરતે હતું, અને સતફળથી વંચિત રહેતા હતા. તાત્પર્ય કે પુરુષની સ્વરૂપપીછાન પછીની વંદનાદિ સમસ્ત કિયા અવંચક જ હોય છે, અને તે જ કિયાઅવંચક યોગ છે. આ કિયાવંચક યોગ મહાપાપક્ષયના ઉદયરૂપ છે, અર્થાત્ એથી કરીને મહાપાપક્ષયને ઉદય થાય છે, મહાપાપને અત્યંત ક્ષય થાય છે. પુરુષની ભક્તિથી નીચ શેત્ર કમને ક્ષય થાય છે, કારણ કે ઉચ્ચને-ઉત્તમને સેવે તે ઉચ્ચ-ઉત્તમ થાય છે, એટલે પરમ ઉત્તમ એવા પુરુષના સેવનથી નીચ ગોત્રનું નામનિશાન પણ હોતું નથી. ઉત્તમને સંગથી ઉત્તમતા વધે છે. (જુઓ પૃ. ૧૧૨, “ઉત્તમ ગુણ અનુરાગથી” ઇ.) फलावञ्चकयोगस्तु सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिधेमेसिद्धौ सतां मता ॥ २२१ ॥ સંત થકી જ નિયગથી, ફલ અવંચક ગ; ધર્મસિદ્ધિમાં સંત મત, સાનુબંધ ફલ યોગ. ૨૨૧ અર્થ:–અને ફલાવંચક યુગ તે સંતે થકી જ નિયોગથી સાનુબંધ ફલપ્રાપ્તિ ધર્મસિદ્ધિ વિષયમાં સંતને સંમત છે. વિવેચન અને લાવંચક નામને જે છેલ્લો યોગેત્તમ છે, તે કેવું છે? તે કે-હમણાં જ કહ્યા તે સંતે થકી જ નિગથી, જે તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધમસિદ્ધિ વિષયમાં સાનુબંધ ફલપ્રાપ્તિ તે જ ફલાવંચક ગ તેને સંમત છે. જે પુરુષના તથાદર્શનથી-સ્વરૂપઓળખાણથી ગાવંચકની પ્રાપ્તિ થઈ, તથા ચગાવંચકની પ્રાપ્તિ થયે જે પુરુષ પ્રત્યે જ વંદનાદિ ક્રિયાથી કિયાવંચકની પ્રાપ્તિ થઈ, તે જ મહાનુભાવ સપુરુષના મહાપ્રભાવથકી જ ફેલાવંચક યોગની પણ પ્રાપ્તિ હોય છે. કારણ કે જે યોગ અવંચક છે, તે ક્રિયા પણ અવંચક હોય છે, અને તેથી પ્રાપ્ત થતું ફલ પણ અવંચક હોય છે –બાણની પેઠે. (જુઓ પૃ. ૧૫૯). આ દષ્ટાંતમાં નિશાનને વિધવારૂપ જે એક સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી તે ફલાવંચક છે. (જુએ પુ. ૧૬૧) gત્તિ –-wદાવáરોનર-ફલાવંચક યોગ તે, ચરમ-છેલ્લે ગોત્તમ–ઉત્તમ યોગકે છે ? તો કે સભ્યો -અનંતર કહેલા સંતો થકી જ, નિયોજાત-નિયોગથી, અવશ્યપણે સાવધBરાવાતિ -સાસુબંધ ફલપ્રાપ્તિ,-તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધર્મસિદ્ધી–ધર્મસિદ્ધિરૂ૫ વિષયમાં, સનાં મતા-સં તેને મત છે, સંમત છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy