SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૨) યોગદૃષ્ટિસમુચ્ચય ઉત્તમ તત્ત્વને પામે છે, એટલે કે પાપ-સ’મેાહની નિવૃત્તિ થકી શ્રુતાદિના ભેદે કરીને ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે પ્રવૃત્તિ કરતાં તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. ૧. અત્રે તત્ત્વપ્રાપ્તિનેા સૌથી પ્રથમ ઉપાય આગમ છે, કારણ કે આગમ એ તત્ત્વનું સાક્ષાત્ દર્શન જેણે કર્યુ છે એવા આત્માનુભવી સત્પુરુષનુ' વચન છે. તેવા પરમ પ્રજ્ઞાવંત તત્ત્વદ્રષ્ટાના વચનામૃતમાં બુદ્ધિને ચેાજવાથી અર્થાત્ સત્પુરુષના વચનની બુદ્ધિપૂર્વ ક–સમજણુપૂર્વક આરાધનાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ જરૂર થાય. ૨. તત્ત્વપ્રાપ્તિને બીજો ઉપાય અનુમાન અર્થાત્ સન્યાયસંપન્ન યુક્તિવાદ છે. આ યુક્તિવાદમાં પ્રજ્ઞાનેા પ્રયાગ કરવાથી અર્થાત્ સન્મતિયુક્ત તર્ક કરવાથી તત્ત્વની વિશેષ પરીક્ષા થાય છે, વિશેષ ચકાસણી થાય છે, અને યુક્તિની કસેાટીમાંથી પાર ઉતરતાં તત્ત્વની અત્યંત દૃઢતા થાય છે, સન્મતિતક નુ યથાયેાગ્ય સમાધાન થતાં તત્ત્વવિનિશ્ચય થાય છે. પણ આ યુક્તિવાદ સન્યાયસ’પન્ન હેાવા જોઇએ. જેમ ન્યાયમૂર્ત્તિ નિષ્પક્ષપાતપણે–નિરાગ્રહપણે-મધ્યસ્થતાથી સત્ય ન્યાય તેલે, તેમ સન્મતિ પરીક્ષકે નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહપણે, મધ્યસ્થતાથી તત્ત્વને તાલ કરી, સન્યાયસપન્ન યુક્તિયુક્ત પક્ષને જ મુક્ત કંઠે સ્વીકાર કરવા જોઈએ, જેમ આ યાગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના કર્તા મહર્ષિ હિરભદ્રસૂરિજીએ કહી દેખાડ્યું છે. ને કરી દેખાડ્યું છે તેમ; અથવા મેાક્ષમાળા નામક મહાદશનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કર્યુ. છે તેમ. " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । ચુવિત્તમકૂપનું ચ” તસ્યાર્ચઃ શ્રિદ્: ॥” —શ્રી હરિભદ્રાચાર્યજી, તેમજ આ યુક્તિવાદ આગમથી વિરુદ્ધ ન હેાવા જોઇએ, પણ અવિરુદ્ધ હાવા જોઇએ, આગમને અનુકૂળ હોવા જોઇએ. કારણુ આગમ એ સાક્ષાતુ તત્ત્વષ્ટા પુરુષનુ વચન હેાઇ, તેનું સ્થાન યુક્તિ કરતાં ઘણું ઉંચું છે. એટલે આગમાક્ત તત્ત્વનું સુયુક્તિથી પ્રતિષ્ઠાપન કરવામાં ખાધ નથી, પણ ઉત્થાપન કરવામાં જરૂર ખાધ છે. અને એટલા માટે જ અત્રે આગમનું સ્થાન પ્રથમ મૂક્યું છે. ૩. તથા તત્ત્વપ્રાપ્તિને ત્રીજો ઉપાય ચેાગાભ્યાસ રસ છે. સશાસ્ત્રમાં જે ચેગઅનુષ્ઠાન વિહિત છે, તેના રસપૂર્વક અભ્યાસથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં જે ચેગસાધન અર્થાત્ ધર્મવ્યાપાર વિધાન ખતાવ્યા છે, તેના પુનઃ પુનઃ આસેવનરૂપ અભ્યાસમાં રસ લઇ મતિ જોડવાથી આત્માની પરિણતિ વિશુદ્ધ થાય છે, અને પ્રજ્ઞા નિલ બને છે, તેથી તત્ત્વના ચમત્કારે તેમાં ભાસ્યમાન થાય છે. અત્રે રસ’ શબ્દથી ચેાગાભ્યાસમાં એકરસતારૂપ-તન્મયતારૂપ ભાવ સૂચવ્યેા છે. આ ચૈાગાભ્યાસનું સ્થાન અત્રે
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy