SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : તાવ માસિને આગમાદિ ત્રિવિધ ઉપાય (૩૫૧) ઉપકારી છે, માટે તેનું પાલન કરવું એવી શાસ્ત્ર આજ્ઞા છે. આ આજ્ઞાને અનુસરીને સતશ્રાદ્ધ મુમુક્ષુ પુરુષ યથાશક્તિ અહિંસા-સત્યાદિ શીલના પાલનમાં તત્પર બને છે, અને જેમ બને તેમ પરભાવ-વિભાવને ત્યાગ કરી આત્મસ્વભાવમાં રહેવા પ્રયત્નશીલ બને છે. આમ તે “શીલવાન હોય છે. અને આમ જે સશ્રાદ્ધ શીલવાસંચમી હોય છે, તે પછી યોગને અધિકારી બની ગતતપર હોય છે, આત્મસ્વભાવ સાથે યુજનરૂપ યેગને સાધવા પ્રવર્તે છે. અને તેમ યોગતત્પર થતાં તેને દિવ્ય ગીજ્ઞાનની પ્રાપ્તિથી અતીન્દ્રિય અર્થોનું જ્ઞાન થાય છે, સાક્ષાત્કાર થાય છે. શું? તે કે– आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्वमुत्तमम् ॥ १०१ ॥ આગમથી અનુમાનથી, યોગાભ્યાસ રસે ય; પ્રજ્ઞા ત્રિવિધ એજતાં, ઉત્તમ તવ લહે ય. ૧૦૧, અર્થ-આગમથી, અનુમાનથી અને ગાભ્યાસના રસથી,-એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રકલ્પતાં–પ્રયોજતાં ઉત્તમ તત્ત્વને પામે છે. વિવેચન મુનિ પતંજલિ કહે છે કે “ઉત્તમ તત્વની પ્રાપ્તિ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રજતાં થાય છેઃ (૧) આગમથી, (૨) અનુમાનથી, અને (૩) ગાભ્યાસના રસથી.” પ્રજ્ઞાને બુદ્ધિને આગમમાં જવાથી, આપ્ત પુરુષના વચનમાં જોડવાથી ઉત્તમ ઉત્તમ તત્વ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. અનુમાન એટલે લિંગ ઉપરથી લિંગીનું પ્રાપ્તિ ત્રણ જ્ઞાન, તેમાં પણ પ્રજ્ઞાને પ્રજતાં ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. અને ગાભ્યાસ એટલે વિહિત અનુષ્ઠાનના અભ્યાસરસમાં પણ પ્રજ્ઞાને પ્રજિત કરતાં ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. આમ ત્રણ પ્રકારે આગમથી, અનુમાનથી અને ગાભ્યાસરસથી,-એ ઉક્ત અનુક્રમે જ પ્રજ્ઞાને પ્રજતાં પ્રકારે વૃત્તિ-બાન-આગમથી, આપ્તવચનરૂપ લક્ષણવાળા ભાગમથી, મનમાન-અનુમાનથી, લિંગ ઉપરથી લિંગીના નાનરૂપ અનુમાનથી, રાજસ્થાન અને ગાભ્યાસના રસથી, વિહિત અનુષ્ઠાનરૂપ યોગાભ્યાસના રસથી, ત્રિા પ્રાયબ્રજ્ઞ-ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રક૯પતો,-ઉક્ત ક્રમે જ, કારણ કે અન્યથા તો પ્રવૃત્તિની અસિદ્ધિ છે, તેથી કરીને. તો શું ? તે કે-હમતે તરાકુત્તમ-ઉત્તમ તન પામે છે,-પાપમેહની નિવૃત્તિને લીધે કૃતાદિ ભેદે કરીને.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy