SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ મક્તતવમીમાંસા : લવ વ્યાધિ મુખ્ય પરમાર્થસત, અનાદિ (૬૩૯) તે ખરેખરી વસ્તુસ્થિતિરૂપ–સભાવરૂપ છે જ, એટલે જ તેને વ્યાધિરૂપે ઉપચાર પણ કરી શકાય છે. વ્યાધિ એ રૂપક-કલ્પના-ઉપચાર ભલે હે, પણ “ભવ એ કાંઈ રૂપક– કલ્પના-ઉપચાર નથી. ભવ એ તે સત્ય હકીકત (Absolute reality) નિરુપચરિત ઘટના છે, મુખ્ય એવી પારમાર્થિક વસ્તુસ્થિતિ છે. એ મુખ્ય “છતી” પ્રગટ વસ્તુ છે, તેને યથાર્થપણે સમજવા માટે આ વ્યાધિરૂપ રૂપક ઘટના-ઉપચારકથન છે. અને આ ઉપચારરૂપ વ્યવહાર પણ પરમાર્થરૂપ મુખ્ય વસ્તુના સદ્ભાવે જ ઘટે છે, શોભે છે. જેમકે-વાસ્તવિક વ્યાધિનું અસ્તિત્વ છે, તે તેને ઉપમારૂપે ઉપચારરૂ૫૪ વ્યવહાર કરી શકાય છે, વાસ્તવિક સિંહનું અસ્તિત્વ છે, તે “સિંહ-માણવકને’–બીલાડીને સિંહની ઉપમાને ઉપચાર કરાય છે, પુરુષ–સિંહને વ્યવહાર કરાય છે, પણ તેનું અસ્તિત્વ જ ન હોત તે તે કઈ ઉપચાર વ્યવહાર બની શત નહિં. દાખલા તરિકે-વધ્યાસુતનું, કે આકાશપુષ્પનું, કે શશશંગનું અસ્તિત્વ જ નથી, એટલે તેને ઉપચાર પણ સંભવતા નથી. આ ભવગ અનાદિ એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલ છે. કોઈ પણ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઈ ને કંઈ કારણ તેવું જ જોઈએ. એટલે રોગ જેમ ચોક્કસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલ છે. અને આ કર્મરૂપ નિદાન–કારણ અનાદિ છે. એટલે આ કર્મ આ આત્મા સાથે અનાદિનું જોડાયેલુંસંલગ્ન છે, સંગ સંબંધથી બંધાયેલું છે. પ્રકૃતિની અને પુરુષની આ જોડી અનાદિ છે,કનકપાષાણમાં સેનાને ને માટીને સંગ જેમ અનાદિ છે તેમ. “કનકે પલવત્ પયડિ પુરુષ તણી, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સગી જિહાં લગી આતમા, સંસારી કહેવાય.”–શ્રી આનંદઘનજી જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત; કેઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત.”—શ્રીમદ્ રાજચંદ્રજી. કર્મ–આત્માને આ સંગ સંબંધ જે અનાદિ ન માનીએ તે આમ વિરોધ આવે છે – કર્મને પહેલું માનીએ તે આત્મા વિના કર્મ કર્યા કેણે? અને તે લાગ્યા કેને? જે કેવલ શુદ્ધ આત્માને પહેલે માનીએ તે શુદ્ધ આત્માને કર્મ લાગવાનું પ્રયજન શું? અને લાગે છે એમ માનીએ, તે શુદ્ધ એવા સિદ્ધ આત્માને પણ કેમ નહિં લાગે? વળી મરઘી પહેલી કે ઈંડું પહેલું ? વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? તેને x"उपचारोऽपि च प्रायो लोके यन्मुख्यपूर्वकः। દષ્ટસ્તતોડવઃ સર્વમિથમેવ રચથિત ” શ્રી ગિબિંદુ, શ્લે, ૧૫
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy