SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) યોગદષિસસુરાય યુગપુરુષની સાધક એવી સર્વ પ્રક્રિયા કરે છે. ઈત્યાદિ અનેક પ્રકારે આ ઉપમાનું ઘટમાનપણું અત્ર યથામતિ આ વિવેચનકારે વિવેચ્યું છે. તે વિશેષ સ્વમતિથી ચિંતવવું. અથવા ગરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આઠ ગણિરૂપ તેની આઠ પાંખડીકમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવથું જનરૂપ યોગ-કર્ણિકા છે. તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન આત્મા-પરબ્રહ્મ બિરાજે છે. ગરૂપ અષ્ટદલ યોગદષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ યંગ-કમલ કમલ વિકાસને પામતું જાય છે. એકેક યોગદષ્ટિરૂપ પાંખડી ખુલતાં અનુક્રમે એકેક ચિત્તદોષ નિવૃત્ત થતું જાય છે, એકેક ગુણ વિકાસ પામતે જાય છે, અને એકેક ગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ ગદષ્ટિ વિકસતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. આ સર્વનો સંપણ ખ્યાલ સંક્ષેપમાં આ વિવેચનકારે સ્વયં ખાસ જેલી આ ગ્રંથના પ્રારંભમાં મુખપૃષ્ઠ પર મૂકેલી સર્વગ્રાહી મુખ્ય આકૃતિ પરથી આવશે. યોગદષ્ટિ કળશ કાવ્ય વસંતતિલકા હૈયે સમાધિમહિનિષ્ઠ પર સુદષ્ટિ, સદ્ધ ચંદ્રમણી શાંતિ સુધા સુવૃષ્ટિ, સેળે કળાથી અહિં આતમ ચંદ્ર ખીલે, સ્ના સુજ્ઞાનમયમાં ત્રય લેક ઝીલે. ૧૪૩ સર્વે વિભાવ પરભાવ સમાઈ જાય, આત્મા સ્વભાવમહિં શુદ્ધ સદા સમાય; થાયે વિલીન મન આત્મમહિં સદાય, એવી સમાધિ પ્રગટે પર સૌખ્યદાય. ૧૪૪ સત સંયમે જ સમયે સમયે અનંતા, વૃદ્ધિ લહે અમલ આતમ ભાવવંતા; એવું અપૂર્વ અહિં શુકલ સદા સુધ્યાન, આસંગ વર્જિત અખંડ પ્રવિદ્ધમાન. ૧૪૫ જ્યાં વાસનામય મન: વરતે વિલીન, આત્મા થયો નિજ સ્વરૂપ વિષે જ લીન; સર્વ પ્રદેશમહિં ચંદન ગંધ ન્યાયે, આત્મપ્રવૃત્તિ સહજાન્મસ્વરૂપ થાય. ૧૪૬ આવી અસિત સમી ચરણેકધારા, વત્તે સદા સહજ નિરતિચારચારા; આચારથી પર સુદુષ્કરકાર તે છે, આરોહવાનું શું જ આરૂઢને રહે છે? ૧૪૭ જે યુગના પરમ ભૃગ પરે ચઢયા છે, ને જે અપૂર્વ ગુણશ્રેણી પરે વધ્યા છે; તે સર્વ ક૫થી અતીત જ નિર્વિકલ્પ, સામર્થ્યયેગી જિનકલ્પ તુલે અન૫. ૧૪૮ નાદિ શિક્ષણની દષ્ટિ શિખાઉ જેવી, તેથી જૂદી તસ નિજન દષ્ટિ એવી; આચારની ત્યમ ક્રિયા પણ તે જ આંહિ, યેગીનોં અન્ય ફલભેદથ લેકમાંહિ. ૧૪૯ રત્નો નિર્ધો યમ રત્નાવણિક કૃતાર્થ, નિર્જી રત્નત્રયી તેમ મુનિ યથાર્થ સંન્યાસ ધર્મ વિનિયોગથી અત્ર વેગી, થાયે કૃતાર્થ પરમાર્થ સુતત્ત્વ ભેગી. ૧૫૦ સંન્યાસ ધર્મ સઘળાય તણે કરીને, ક્ષાયિક ભાવ સહુ અંતરમાં ભરીને; સંન્યાસ ધમ પર વેગ મુનિ કહે છે, શ્રેણી અપૂર્વકરણે ગુણની વહે છે. ૧૫૧
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy