SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ગદષ્ટિસમુચ્ચય કર્મ કહેવાય છે. આયુ, નામ, ગોત્ર ને વેદનીય એ “અઘાતિ” કર્મ છે, કારણ કે તે આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શન ગુણની ઘાત કરતા નથી. હા, અઘાતિ કર્મ તે ઘાતિ કર્મોને સહાયક અવશ્ય થાય છે, પણ સ્વયં આત્માને તે મૂળ જ્ઞાન-દર્શન સ્વભાવગુણને હણતા નથી. તથાપિ તે તે કમ પિતપિતાની વિશિષ્ટ શક્તિ જરૂર દાખવે છે. જેમકે-આયુ કર્મથી જીવ અમુક મર્યાદિત સમય સુધી તે તે ગતિને વિષે તે તે દેહમાં સ્થિતિ કરે છે, અર્થાત્ આયુકર્મ જીવને ચતુગંતિમય સંસારમય બંદિખાનામાં જકડી રાખે છે, અને તેથી આત્માના અવગાહન ગુણને હાનિ પહોંચે છે. નામકર્મ આત્માના અમૂલ્તત્વ-સૂફમત્વ ગુણને ધોખે પહોંચાડે છે, જેથી કરીને આત્માના ગતિ-જાતિ-શરીર આદિ સ્થલ-મૂર્ત પય પ્રગટે છે એટલે નામકર્મ ચિતારાએ ચિત્રેલા ચિત્રામણ જેવા ચિત્રવિચિત્ર નામ પામી આત્મા બહુરૂપીવિશ્વરૂપી બને છે ! ગોત્રકમ આત્માના અગુરુલઘુ ગુણને હાનિ કરે છે, જેથી કરીને એક શુદ્ધ સમસ્વરૂપ આત્મા ઉચ્ચ-નીચ ગોત્રરૂપ વિષમતાને પામે છે. વેદનીય કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને હણે છે, જેથી કરીને મધુથી ખરડાયેલ ખડૂગધારા જેવા શાતા-અશાતા વેદનીયના ઉદયથી સુખદુઃખ ભેગવવા પડે છે. આમ આ ચાર અઘાતિx કર્મ પણ મૂળ આત્મગુણઘાતી નહિ છતાં પોતપોતાની વિશિષ્ટ અસર જરૂર નીપજાવે છે, પિતાપિતાને ભાવ જરૂર ભજવે છે. - આમ આ આઠ પ્રકારના કર્મમાંથી જે જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મ છે, તે વાદળ જેવું છે. તે જ્યારે ધર્મસંન્યાસ યોગરૂપ પવનના સપાટાથી શીવિશીર્ણ થાય છે, વિખરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમ યેગે કરીને તે શ્રીમાન ધર્મસંન્યાસ જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા થાય છે. વાદળાં જેમ વાયુના વાયુઃ ક્ષપકશ્રેણું હોલેનાથી વિખરાઈ જાય છે, તેમ ધર્મસંન્યાસરૂપ પવનના આઘાતથી સપાટાથી ઘાતકર્મરૂપ મેઘપટલ વિખરાઈ જાય છે. આ હમણાં જ કહ્યો તે તાવિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય વેગ આઠમા “અપૂર્વકરણ” ગુણસ્થાનથી શરૂ થાય છે, કે જ્યાં ક્ષપકશ્રેણીને પ્રારંભ થાય છે. અત્રે આ સમર્થ યેગી અપૂર્વ આત્મપરાક્રમ-અપૂર્વ આત્મવીલ્લાસ દાખવતે ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, અને કર્મોને ક્ષય કરતો કરતો, ખપાવતે ખપાવતે, ખતમ કરતો કરતો, “મહા વીર ની પિઠે આત્મસ્થાને વીરપણું પ્રકટ કરેત સત, આગળ વધે છે. સમયે સમયે આત્મસ્થિતિમાં સંયમનરૂપ અનંતા સંયમ વર્ધમાન કરતે કરતે, ને કમંદને ઉડાવતે ઉડાવતે, તે મહાગી ઉત્તરોત્તર ગુણસ્થાન ભૂમિકાઓ કૂદાવતે જાય છે, અને ક્ષાયિક ભાવની વૃદ્ધિ કરતો જાય છે. યાવત્ બારમાં ગુણસ્થાનના અંતે મેહનીય કર્મને સર્વસંક્ષય કરી, તે પરમ ચેગી પરમ અમેહસ્વરૂપ એવા પરમ વીતરાગ ભાવને પામે છે. * “તતઃ શેષાજં ચા વારિ વિવાના ! ગુનાનાં બાતમીવરાવો વ્યાત્મિરાત્તિનિ ” –શ્રી પંચાધ્યાયી,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy