SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા દષ્ટિ: પ્રીતિ આદિ : અનુષ્ઠાન, અનાલંબન યુગ (૫૮૧) આત્માનુચરણ તે અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે-“અભ્યાસાતિશયને * લીધે તેથી જે સાત્મીભૂત જેવું આચરાય છે, એવું અસંગાનુષ્ઠાન તે વચનના સંસ્કાર થકી હેય છે. પહેલું ચક્રભ્રમણ દંડવ્યાપારથી હોય છે અને તેના અભાવે પછીનું હોય છે, આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને વિશેષ જણાવનારૂં દષ્ટાંત છે.” અર્થાત્ હાથે હલાવતાં ચક ભમે છે, તેમાં પહેલ આંટે હાથે હલાવવાથી ફરે છે, અને પછી હાથે મૂકી દઈએ તે પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ફર્યા કરે છે. આમાં પહેલા આટા બરાબર વચનાનુષ્ઠાન છે અને પછીના આંટા બરાબર અસંગાનુષ્ઠાન છે. એટલે ભિક્ષાટનાદિ વિષયી વચનાનુષ્ઠાન વચનવ્યાપારથકી હોય છે, અને અસંગાનુષ્ઠાન વચન અભાવે પણ કેવલ તજજનિત સંસ્કારથકી હોય છે, વચનવ્યાપાર નહિ છતાં તેનાથી ઉપજેલા દઢ અભ્યાસ સંસ્કારથી આપોઆપ (Automatic) થયા કરે છે. આમ અસંગાનુષ્ઠાન એટલે વ્યવહાર કાલે વચનનું આલંબન લીધા વિના, અતિશય અભ્યાસને લીધે ઉપજેલા ગાઢ સંસ્કાર થકી, ચંદનગંધન્યાયે સાત્મીભૂત થયેલું-આત્માના સ્વભાવભૂત થઈ ગયેલું અનુષ્ઠાન–જેમ ચંદનગંધ આખા વનને સુવાસિત કરી મૂકે છે, તેમ આ અનુષ્ઠાન આ ચારિત્રવંત મહાગીને એટલું બધું આત્મારૂપ થઈ ગયું હોય છે, કે તે તેને સકલ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થઈ જઈ તેને શીલસૌરભથી સુવાસિત કરી મૂકે છે. તે અનુષ્ઠાનને તેને આત્માને એટલો બધો દઢ અભ્યાસ થઈ ગયા હોય છે, ને શાસ્ત્રવચનને તેને એટલે બધે ગાઢ સંસ્કાર લાગી ગયે હોય છે, કે વચનાલંબન વિના પણ એની મેળે સ્વરસથી તેની તથા પ્રવૃત્તિ થયા જ કરે છે. આવું તે મહાત્માનું સહજ સ્વભાવરૂપ અસંગ આચરણ તે અસંગ અનુષ્ઠાન છે. અનાલંબન યોગ આ જે અસંગાનુષ્ઠાન છે, તે જ અનાલંબન યોગ કહેવાય છે, કારણ કે અનાલંબન એ સંગત્યાગનું જ લક્ષણ છે. આ અનાલંબન યેગનું સ્વરૂપ સમજવા માટે આલંબન યુગનું સ્વરૂપ જાણવું જોઈએ. તે આ પ્રકારે અહીં આલંબન પણ આ છેરૂપી અને અરૂપી એવા પરમ; અને તે અરૂપી પરમાત્માના ગુણની પરિણતિરૂપ એ જે સૂક્ષમ છે, તે અનાલંબન યોગ છે.” " आलंचणं पि एय रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहुमोऽणालंबगो नाम ॥" –શ્રી હરિભદ્રસૂરિકૃત યોગવિશિકા, ગા. ૧૯ " यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ।। चक्रम्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ॥" મહર્ષિ હરિભદ્રાચાર્ય પ્રણીત છોડશક ૧૦-૭, ૮.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy