SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ગિદષ્ટિસમુચ્ચય માર્ગમાં અર્થાત્ શુદ્ધ આત્મતત્વની સિદ્ધિ સાધનારા યોગમાર્ગમાં, સપ્રવૃત્તિપદને અસંગાનુષ્ઠાન' સંજ્ઞા આપવામાં આવી છે. આ અસંગાનુષ્ઠાન” સંજ્ઞા-નામ ઉપરથી એનું સ્વરૂપ સંજ્ઞાત થાય છે, સમ્યફપ્રકારે જણાય છે, એટલે એને “અસંગનુષ્ઠાન સંજ્ઞા બરાબર ઘટે છે. “સંજ્ઞાચક્ત અને રૂતિ સંજ્ઞા.” આ અસંગ અનુષ્ઠાન એટલે શું? તે બરાબર સમજવા માટે આ ચાર પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ જાણવું જોઈએઃ (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન, (૪) અસંગ અનુષ્ઠાન. જે અનુષ્ઠાનમાં પરમ આદર-પ્રયત્નાતિશય હોય છે, પરમ પ્રીતિ ઉપજે છે, અને શેષત્યાગથી એટલે કે બીજાં બધાં કામ એક કેર મૂકી દઈ જે કરાય છે, તે પ્રીતિ અનુષ્ઠાન છે. * એ પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય છતાં, પૂજ્યપણાની બુદ્ધિથી પ્રીતિ-ભક્તિ જે વિશુદ્ધતર વ્યાપારવાળું હોય છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. એટલે અનુષ્ઠાન બીજી બધી રીતે પ્રીતિ અનુષ્ઠાન બરાબર છતાં, આ ભક્તિ અનુષ્ઠાનમાં પૂજ્યભાવનો અંશ વિશેષ હોય છે, તેથી તે વધારે વિશુદ્ધગવ્યાપારવાળું હોય છે. આ પ્રીતિ–ભક્તિ એ બને અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે પત્નીનું અને માતાનું ઉદાહરણ છે. પત્ની છે તે અત્યંત વલ્લભ-પ્રિય છે, તેમજ જનની હિતરૂપ છે, પત્નીને જે ભજન-વસ્ત્રાદિ આપવામાં આવે છે તે પ્રીતિથી અપાય છે, અને માતાને જે આપવામાં આવે છે તે ભક્તિથી અપાય છે. આટલે એ બંને વચ્ચે ફેર છે. શા અર્થના અનુસંધાનપૂર્વક સાધુપુરુષની જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ, તે વચનાનુષ્ઠાન છે. અર્થાત્ ચારિત્રવંત સત્પષની શાસ્ત્રવચનને અનુસરતી, “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એવી સર્વત્ર ઉચિત ગવાળી પ્રવૃત્તિ, શાસ્ત્રમાં કહ્યા વચન-અસંગ પ્રમાણે યથાસૂત્ર આદર્શ ( Ideal) આચરણ, તે વચનાનુષ્ઠાન છે. અનુષ્ઠાન દા. ત. અઢાર હજાર શીલઅંગને ધરનારા તે સાચા સાધુ અથવા મુનિ છે, તેવું શાસ્ત્રવચન અનુસારનું યક્ત આદર્શ આચરણ હોય તે વચનાનુષ્ઠાન. વ્યવહારકાલે શાસ્ત્રવચનથી જે નિરપેક્ષ હોય છે–શાસ્ત્રવચનની જ્યાં અપેક્ષા રહી નથી, અને અતિદઢ સંસ્કારને લીધે ચંદનગંધ ન્યાયે જે આત્મારૂપ થઈ ગયું હોય છે, એવું જે જિનકલ્પી આદિનું ક્રિયાસેવન–સર્વ પર ભાવના સંગસ્પર્શરહિત શુદ્ધ x “ यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्पीत्यनुष्ठानम् ॥ गौरवविशेषयोगाद्बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्तयनुष्ठानम् ॥ अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । સુન્યમરિ ૐચમનોજ્ઞપ્ત થાતોતિમતિ ” ”—ડિશક, ૧૦, ૩-૫
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy