SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા દૃષ્ટિ : વસ્તસ્વરૂધ્યાન, અરિહંતધ્યાન, સિદ્ધાખ્યાન (૫૫૯) નથી, એવા તે સર્વ ભયથી મુક્તપરમ નિર્ભય અવધૂત હોય છે. યોગીશ્વર રાજચંદ્રજીનું ટકેલ્કીર્ણ વચનામૃત છે કે : નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ પેગ નહિં ક્ષોભ; મહાપાત્ર તે માગના, પરમ યોગ જિતભ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. અને આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભાવનાઓથી અસ્થિમજજા પર્યત હાડોહાડ રંગાયેલા, ને આત્મભાવનાથી, અત્યંતપણે ભાવિતાત્મા એવા યોગીને, ચિત્તવિક્ષેપ ઉપજાવનારા દોષ નિવૃત્ત થઈ ગયા હોવાથી, ચિત્તની અત્યંત સ્થિરતા વર્તે છે. એટલે આ આવા સ્થિરચિત્ત, સ્થિતપ્રજ્ઞ, આત્મારામી શાંત-દાંત, વીતરાગ યોગીશ્વર સમગ્ર ધ્યાનસામગ્રીથી સંપન હેઈ, કયાંય પણ ઈષ્ટ–અનિષ્ટ અર્થમાં મોહ પામતા નથી, રાગ ધરતા નથી, દ્વેષ કરતા નથી અને એટલે જ આ પરમ નિગ્રંથ વીતરાગ મુનીશ્વર પરમ નિશ્ચય ધ્યાનને માટે-શુદ્ધ આત્મધ્યાનને માટે પરમ ગ્ય હોય છે. ધ્યેય સ્વરૂપ ધ્યેય એટલે ધ્યાન કરવાને વિષય-આલંબન. કઈ પણ ધ્યેય ચિતવવાને અંતિમ (Ultimate) હેતુ આત્મધ્યાન પર આરૂઢ થવાનો છે. જે કંઈ ચિંતવતાં આત્મા નિરીહ વૃત્તિને પામી એકાગ્રપણાને પામે તે ધ્યેય છે. તેમાં મુખ્ય ધ્યેય આ છે – (૧) ચેતન કે અચેતન એવી મૂdઅમૂર્ત વસ્તુ, (૨) પંચ પરમેષ્ટિ, (૩) આત્મા. ૧. વસ્તુ ચેતન–અચેતન એમ બે ભાગમાં વિભક્ત છે. તે ઉત્પત્તિ-સ્થિતિ–લયરૂપ સત્ સ્વરૂપ સંપન્ન છે. નિજ નિજ ગુણપર્યાયથી યુક્ત એવું પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની સ્વરૂપસત્તામાં અવસ્થિત છે. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિરૂપ છે. અર્થાત્ કોઈ વસ્તુ સ્વરૂપ છેડી પરરૂપને ભજતી નથી, સ્વસમયની મર્યાદા ઉલ્લંઘી પરસમયમાં જતી નથી. જડ છે તે જડ ભાવે જ પરિણમે છે, અને ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે છે. એમાં કઈ પિતાને સ્વભાવ છોડી પલટતું નથી. જડ તે ત્રણે કાળમાં જડ છે, અને ચેતન તે ત્રણે કાળમાં ચેતન છે. આ પ્રગટ અનુભવરૂપ છે, એમાં સંશય કેમ હોય? ઈત્યાદિ પ્રકારે કોઈ પણ ધ્યેય વસ્તુના સ્વરૂપચિંતન પરથી આત્મા શુદ્ધ સ્વવસ્તુના સ્વરૂપચિંતન પ્રત્યે ઢળે છે, અને શુદ્ધ આત્માના ધ્યાન પર ચઢે છે. “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કઈ કઈ પલટે નહિં, છડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?”–શ્રીમદ્ રાજચંદ્રજી.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy